GSTV
Home » News » મકર સંક્રાંતિની રાત્રે શાહિદ કપૂરે ઉડાવી પતંગ, પત્ની મીરાએ શેર કર્યા ફોટા

મકર સંક્રાંતિની રાત્રે શાહિદ કપૂરે ઉડાવી પતંગ, પત્ની મીરાએ શેર કર્યા ફોટા

મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ ન રહ્યા અને તેઓએ આ ઉત્સવનો જોરદાર આનંદ માણ્યો હતો. મીરા રાજપૂતે તેની પુત્રી મીશાની એક તસવીર શેર કરી છે જેમાં તે પતંગ ઉડાવતી જોવા મળી હતી. મીશાએ યલો કલરનો કુર્તા અને વ્હાઇટ કલરનો પાયજામો પહેર્યો હતો.

પતંગ ઉડાવતા મીશા એકદમ ઉત્સાહિત લાગી રહી હતી. મીરાએ આ ફોટો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. મીશાના ફોટા પછી મીરાએ શાહિદનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે રાત્રે પતંગ ઉડાવતો જોવા મળી રહ્યો છે.

શાહિદ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર તાજેતરમાં જ તેની ઈજાને લઈને ચર્ચામાં હતો. વાસ્તવમાં જર્સી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની સાથે ઘટના ઘટી હતી. તે સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો અને 13 ટાંકા આવ્યા હતા. અહેવાલ મુજબ, એક શોટ દરમિયાન બોલ આગળથી ઝડપથી આવ્યો અને તેના હોઠ ઉપર વાગ્યો. તેના હોઠમાંથી લોહી આવવાનું શરૂ થયું હતુ.

શાહિદને ઈજા થવાના સમાચાર સાંભળીને મીરા તરત જ ચંદીગઢ પહોંચી ગઈ હતી. આને કારણે શાહિદે થોડા દિવસો માટે ફિલ્મનું શૂટિંગ બંધ રાખ્યું હતું. જો કે શાહિદ હવે ઠીક છે અને તે ટૂંક સમયમાં સેટમાં પાછો ફરી શકે છે. આ ફિલ્મમાં તે ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાંથી, તેમણે દક્ષિણ ફિલ્મ અર્જુન રેડ્ડીના હિન્દી વર્ઝન કબીર સિંઘમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ શાહિદની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં તે સાઉથ ફિલ્મના રિમેક માટે ફરી એકવાર સંમત થઈ ગયો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર છેલ્લે કબીર સિંહ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કિયારા શાહિદની ઓપોઝિટ ભૂમિકામાં હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું. વિવાદોમાં રહેલા કબીરસિંહે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. હવે શાહિદ ફિલ્મ જર્સીની તૈયારીમાં વ્યસ્ત છે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!