GSTV

શાહિદ કપૂર બન્યો એશિયાનો ‘SEXIEST MAN’

Last Updated on December 14, 2017 by Bansari

બોલિવુડના ચોકલેટી હીરો શાહિદ કપૂરને એશિયાના સૌથી સેક્સી મેનનો ખિતાબ આપવામાં આવ્યો છે. બ્રિટનના એક વીકલી નેયૂઝપેપરના વાર્ષિક પોલમાં શાહિદને સૌથી સેક્સી એશિયન વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. દુનિયાભર માંથી પ્રશંસકોએ આપેલા વોટના આધારે આ વાર્ષિક યાદી જાહેર કરવામાં આવી છે.

વર્ષ 2017 શાહિદ માટે ઘણું સારું રહ્યું છે. આ જ વર્ષે શાહિદને ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં કરેલા દમદાર અભિનય માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. શાહિદે આ પોલમાં રિતિક રોશન અને બ્રિટીશ-પાકિસ્તાની સિંગર જાયન મલિકને પાછળ છોડી દીધાં છે. રિતિક સતત ત્રણ વર્ષોથી આ પોલમાં બીજા ક્રમે રહ્યો છે.

ગત વર્ષે વિજેતા રહેલ જાયન આ વર્ષે ત્રીજા ક્રમે છે. 36 વર્ષીય શાહિદે જણાવ્યું કે તેને વોટ આપનારા પ્રશંસકોનો આભાર માનવા માંગે છે અને તે આ ટેગ મળવાથી પોતાને સન્માનિત અનુભવી રહ્યાં છે.

શાહિદે જણાવ્યું કે સેક્સીનો અર્થ ફક્ત શારીરિક રૂપે જ નહી પરંતુ આ ટેગ જીવનના માનસિક પાસાઓ સાથે પણ જોડાયેલું છે.

ઉલ્લેખનીય છે કે શાહિદની આગામી ફિલ્મ પદ્માવતી વિવાદમાં સંપડાયેલી હોવાના કારણે હજુ સુધી રિલિઝ થઇ શકી નથી.

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!