GSTV
Home » News » ‘ઉડતા પંજાબ’ બાદ શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ ફરી જોવા મળશે સાથે

‘ઉડતા પંજાબ’ બાદ શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ ફરી જોવા મળશે સાથે

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટે ફિલ્મ ‘ઉડતા પંજાબ’માં સાથે કામ કર્યું હતું. હવે આ જોડી ફરી રૂપેરી પડદે સાથે દેખાય તેવી વાત છે. શાહિદની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના પ્રોડકશનહાઉસ કરશે. આ પહેલા પણ શાહિદ અને કરણે ફિલ્મ ‘શાનદાર’માં સાથે કામ કર્યું હતું.

મળેલા રિપોર્ટના અનુસાર શાહિદ કપૂર એક ધમાકેદાર પાત્રમાં જોવા મળવાનો છે. તે ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં  દિલધડક એકશન દ્રશ્યો કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દેશે. કહેવાય છે કે આ ફિલ્મનો દિગ્દર્શક બોલીવૂડમાં આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. જોકે  દિગ્દર્શકનું નામ બહાર પાડવામાં આવ્યું નથી.

પરંતુ એક ચર્ચા થઇ રહી છે કે, દર્શકોએ શાહિદનો આ અવતાર અત્યાર સુધીમાં જોયો નથી. આ ફિલ્મ આ વરસના મધ્યમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. હાલ આ ફિલ્મ પ્રી પ્રોડકશનમાં છે. શાહિદે આફિલ્મમાંના તેના પાત્ર માટે થોડી તૈયારી કરવી પડશે. શાહિદ-આલિયાની આ ફિલ્મ વિશે વધુ જાણકારી મળી નથી. હાલ બન્ને કલાકારો પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

Read Also

Related posts

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi

દેશનો પ્રથમ 5જી ફોન થયો લોન્ચ, જાણો તેનાં અદ્યતન ફિચર્સ

pratik shah

મને મારી પિતરાઈ ભાભીની બહેન ખૂબ ગમે છે, એ પણ મને પસંદ કરે છે પણ…

Karan
Do NOT follow this link or you will be banned from the site!