GSTV
Home » News » ગૌતમ ગંભીરને અક્કલ નથી તેમ છતા લોકોએ વોટ આપ્યા, જાણો કોણે કહ્યું

ગૌતમ ગંભીરને અક્કલ નથી તેમ છતા લોકોએ વોટ આપ્યા, જાણો કોણે કહ્યું

gautam gambhir bjp

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે રાજનીતિની પિચ પર ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતને બે વર્લ્ડકપ જીતાડવામાં મહત્તવની ભૂમિકા નિભાવનાર આ ક્રિકેટરે ભાજપની ટિકીટ પર લોકસભા ચૂંટણીમાં ખુબ જ સારી રીતે જીત હાંસલ કરી છે પરંતુ ગંભીરની આ જીત શાહિદ આફરીદીને પસંદ આવી ન હતી. આફરીદીએ ગંભીર પર નીશાનો સાધતા એ કહ્યું કે ગૌતમ ગંભીરને અક્કલ નથી તેમ છતા લોકોએ વોટ આપ્યા છે.

ભારતને પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડ કપની કોઈ પણ મેચમાં ન રમવુ જોઈએ. ગૌતમ ગંભીરની આ સલાહ વિશે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરના આફ્રિદીને પુછવા પર તેઓ ભડકી ઉઠ્યા. તેણે જણાવ્યું કે શું કોઈ સમજદાર વ્યક્તિ એવુ કહેશે શું ભણેલા લોકો આવી વાતો કરે તેને અક્કલ નથી છતા લોકોએ તેને વોટ આપ્યા.

ક્યારથી ચાલુ થઈ આ બબાલ

શાહિદ આફ્રીદીએ તાજેતરમાં જ પોતાની આત્મકથામાં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાતો લખી છે. જેનો જવાબ આપતા તેમમે પોતે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને મનોચિકિત્સક પાસે લઇ જવાની રજૂઆત કરી છે. આફ્રીદીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં વ્યંગાત્મક રૂપે ગંભીર વિસે લખ્યું છે કે આ પ્રકારનો વ્યવહાર કરે છે જાણે કે તે ડૉન બ્રેડમેન અને જેમ્સ બોન્ડ બંનેની કાબેલિયત ધરાવે છે અને તેનું વલણ સારુ નથી અને ન તો તેનો કોઇ મોટો રેકોર્ડ છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ગંભીરે આફ્રીદીને ટેગ કરતાં પોતાના ઓફિશિયલ ટ્વિટર પર તેનો જવાબ આપ્યો. તેમણે લખ્યું કે, તું રમૂજી વ્યક્તિ છે. કંઇ વાંધો નહી, અમે હજુ પણ પાકિસ્તાની લોકોને સારવાર માટે વીઝા આપીએ છીએ. હું પોતે તને મનોચિકિત્સક પાસે લઇને જઇશ.

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પૂર્વ ભારતીય ઑપનર ગૌતમ ગંભીર પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, ‘ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે.’ આફ્રિદીએ આ વાતો પોતાની ઑટોબાયોગ્રાફી ‘ગેમ ચેન્જર’માં લખી છે.

જણાવી દઇએ કે આફ્રિદીએ ‘ગેમ ચેન્જર’માં પોતાના અસલી ઉંમરનો ખુલાસો કર્યો છે, ત્યારથી આ ઑટોબાયોગ્રાફી ચર્ચામાં છે. આફ્રિદી અને ગંભીર વચ્ચેની જુની દુશ્મની જગજાહેર છે. બંનેની દુશ્મનીની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. કાનપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે દરમિયાન બંને વચ્ચે સંઘર્ષ થયો હતો. આફ્રિદીનાં બૉલ પર ગંભીર રન લેવા માટે દોડી રહ્યો હતો, ત્યારે બંને વચ્ચે ટક્કર થઈ હતી.

આફ્રિદીએ ગંભીર સાથેની દુશ્મનીને વ્યક્તિગત જણાવતા કહ્યું કે, ‘કેટલીક સ્પર્ધાઓ વ્યક્તિગત હોય છે અને કેટલીક પ્રોફેશનલ હોય છે. ગંભીર આમાંથી પહેલો મુદ્દો છે. નબળો ગૌતમ, એ અને એનો એટિટ્યૂડ એક સમસ્યા રહી છે. તેના નામે કોઈ મહાન રેકૉર્ડ નથી. તેની પાસે ઘણો એટિટ્યૂડ છે. ગંભીરનાં એટિટ્યૂડને પ્રતિસ્પર્ધી ના કહી શકાય, હકીકતમાં તે પોતાના કેરિયર દરમિયાન નકારાત્મકતાથી ભરેલો હતો.’

2007ની ઘટનાનો ઉલ્લેખ કરતા આફ્રિદીએ લખ્યું કે, ‘મને 2007 એશિયા કપ દરમિયાન ગંભીર સાથે રન-ઇન યાદ છે. જ્યારે તેણે એક રન પુરો કર્યો તો તે સીધો દોડીને મારી સામે આવ્યો. અમ્પાયરે આને પૂર્ણ કરવાનું હતુ અથવા મારે પૂર્ણ કરવાનું હતુ. સ્પષ્ટ છે કે અમારી વચ્ચે એક-બીજાને ફીમેલ રીલેટિવ્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ.’

આફ્રિદીએ લખ્યું કે, ‘ગંભીર એવો વ્યવહાર કરે છે જાણે તે બ્રેડમેન અથવા જેમ્સ બૉન્ડ વચ્ચેનો એક ક્રોસ હોય. કરાચીમાં અમે તેને સરયાલ (બળેલો) કહીએ છીએ. મને સિમ્પલ, ખુશ અને હકારાત્મક લોકો પસંદ છે. કોઈ ફર્ક નથી પડતો કે તે આક્રમક રહે અથવા પ્રતિસ્પર્ધી, પરંતુ તમે હકારાત્મક હોવા જોઇએ, પરંતુ ગંભીર એવો નહોતો.’

READ ALSO

Related posts

કાલથી બદલાઈ રહ્યું છે આ રાશીના જાતકોનું ભાગ્ય, બનવા જઈ રહી છે આ એક મોટી ઘટના

Arohi

જો તમારો ફોન આજકાલ વધારે હેન્ગ થઈ રહ્યો છે, ચેક કરો આ એપ્લિકેશન તો કામ નથી કરી રહીને?

Dharika Jansari

જેનું રૂપિયા ભરેલું પર્સ ખોવાયું હતું તેના જ ખાતામાં ધડાધડ પૈસા જમા થવા લાગ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!