GSTV

બેદરકાર શાહિદ આફ્રિદી ફ્લાઇટ ચૂકી ગયો, નહી રમી શકે લંકા પ્રીમિયર લીગની બે મેચ

Last Updated on November 25, 2020 by Ankita Trada

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી આ વખતે લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો છે. પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતો આફ્રિદી વારંવાર કોઈને કોઈ વિવાદમાં પણ સપડાતો રહે છે. તાજેતરમાં તે કોલંબોની ફ્લાઇટ ચૂકી ગયો છે અને આ કારણસર હવે તે લંકા પ્રીમિયર લીગની પહેલી બે મેચ ગુમાવશે.

શાહિદ આફ્રિદી સમયસર પહોંચી શક્યો નહી

શાહિદ આફ્રિદી ગોલ ગ્લેડિયેટર્સ માટે રમી રહ્યો છે. આ ટીમની માલિકી પાકિસ્તાની ઉદ્યોગપતિની છે અને આફ્રિદી તેનો કેપ્ટન છે. આ ટુર્નામેન્ટમાંથી ઘણા ખેલાડી કોરોનાને કારણે ખસી ગયા છે અને આયોજકોની પરેશાની અગાઉથી જ વધારે હતી તેમાં હવે શાહિદ આફ્રિદી સમયસર પહોંચી શક્યો નથી જેને કારણે પરેશાની વધી ગઈ છે. શાહિદ આફ્રિદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે કોલંબોની ફ્લાઇટ ચૂકી ગયો છે. જોકે ચિંતાની વાત નથી હું ટૂંક સમયમાં જ ગોલ ગ્લેડિયેટર્સની ટીમ સાથે જોડાઈ જઇશ.

28 અને 30મી નવેમ્બરે બાકીની બે મેચ રમશે

ગોલની ટીમ 27મી નવેમ્બરે તેની પહેલી મેચમાં જાફના સ્ટેલિયન્સ સામે રમશે અને ત્યાર બાદ 28 અને 30મી નવેમ્બરે બાકીની બે મેચ રમશે. પાકિસ્તાનનો સરફરાઝ અહેમદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારો હોવાથી આફ્રિદીને તેને સ્થાને ગોલની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે તેની ગેરહાજરીમાં વાઇસ કેપ્ટન ભાનુકા રાજપક્ષેને ટીમની આગેવાની સોંપાશે.

READ ALSO

Related posts

OMG! સલમાન ખાને કર્યો પોતાની સૌથી લાંબી રિલેશનશિપનો ખુલાસો, કેટરિના કે યુલિયાનું નહીં લીધું આ વ્યક્તિનું નામ

Bansari

Grotesque / મહેસાણામાં થયા 480 બેલેટ બોક્સની ચોરી, સીસીટીવીમાં પણ ન મળ્યા કોઈ પુરાવા

Pritesh Mehta

રાખો સાવચેતી! સૂર્યની સપાટી પર તોફાન લાવી શકે છે સેટેલાઇટમાં તકનીકી ખરાબી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!