GSTV

શાહિદ આફ્રિદીએ આપ્યા ભવિષ્યમાં ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં આવવાના સંકેતો

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં સામેલ થવામાં તેને કોઈ વિરોધ નથી અને તે ભવિષ્યમાં આ અંગે પણ વિચારણા કરી શકે છે પરંતુ અત્યારે આ તેનું લક્ષ્ય નથી. આફ્રિદીએ કહ્યું કે તે પાકિસ્તાની ક્રિકેટને ટોચ પર જોવા માગે છે અને આ માટે તે એડમિનિસ્ટ્રેટરની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે પરંતુ હાલમાં નહીં.


ઓલરાઉન્ડરે કહ્યું હતું કે આ સમયે મેં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)માં જોડાવા અંગે વધારે વિચાર્યું નથી પણ હા, કેમ નહીં? લંકા પ્રીમિયર લીગ દ્વારા કરાયેલા ઇન્ટરવ્યૂમાં આફ્રિદીએ કહ્યું કે કોઈપણ દિવસે હું પાકિસ્તાન ક્રિકેટમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છું અને રમતને કંઈક પાછું આપવા માગીશ. હું પાકિસ્તાન ક્રિકેટને તમામ ફોર્મેટમાં વિશ્વ ક્રિકેટમાં ટોચ પર જોવા માટે કંઈ પણ કરીશ.
પાકિસ્તાની ક્રિકેટ અંગે વાત કરતાં આફ્રિદીએ ટેસ્ટ કેપ્ટન અઝહર અલી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હાર્યા બાદ આ થવાનું જ હતું. પૂર્વ કેપ્ટને કહ્યું કે હું અઝહર પર વધારે કઠોર બનવા માગતો નથી કેમ કે તેણે તેની કેપ્ટનશીપ હેઠળ વિરાસત બનાવવાનો પ્રયાસ કર્યો.


તેણે કહ્યું કે શ્રીલંકા સામેની તેની સદી તથા શ્રીલંકા અને બાંગ્લાદેશ બંને સામે વિજય છતાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં હાર અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેનો પરાજય સારો ન લાગ્યો. બાબર આઝમને ટેસ્ટ કેપ્ટનશિપ આપવા અંગે તેણે કહ્યું કે ટી20 કેપ્ટન બાબરનો રેકોર્ડ પણ ખૂબ જ સારો છે તેથી તેને એક તક આપીએ છીએ અને જોઈશું કે તે દબાણનો સામનો કરવામાં સક્ષમ છે કે નહીં?

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!