GSTV

VIDEO : ઉંમર બસ એક આંકડો છે, આફ્રિદીએ ફટકાર્યા 14 બોલમાં 51 રન

Last Updated on December 3, 2018 by Karan

વાત ઘણા સમય પહેલાની છે. જ્યારે પાકિસ્તાનના ઘાતક બેટ્સમેન શાહિદ આફ્રિદીએ પર્દાપણ કર્યું હતું. માત્ર 16 વર્ષના આ ટીનએજ ખેલાડીએ શ્રીલંકા વિરૂદ્ધ રમતા 36 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી. ઉપરથી એ રેકોર્ડ તોડતા પણ વિશ્વના દિગ્ગજ ખેલાડીઓને દાયકાઓ લાગી ગયા, પરંતુ હવે તો આફ્રિદીની ઉંમર થઇ ગઇ છે, તે આવી ધુરંધર બેટીંગ ન કરી શકે. આવું સ્પોર્ટ્સ ક્રિટીક વિચારતા હશે, પણ આફ્રિદી નહીં. આફ્રિદી મેદાનમાં આવતા જ બોલરોને ઝુડી નાખવા માટે ખ્યાતનામ છે. આજે પણ દુનિયાના દિગ્ગજ અને ફાસ્ટ બોલરોની મશીનમાં આવતા ખેલાડીઓ આફ્રિદી સામે બોલિંગ ફેંકતા પહેલા પોતાનો પરસેવો લુંછી નાખે છે.

 વિરોધી ટીમના છોતરા ઉડાવી દીધા 

આફ્રિદીએ પોતાનો નવો સિલસિલો બરકરાર રાખતા વિરોધી ટીમના છોતરા ઉડાવી દીધા છે. આફ્રિદીએ હવે 14 બોલમાં 51 રન ફટકાર્યા છે. શારજહામાં ચાલી રહેલી T-10 લીગમાં આફ્રિદીએ ઇન્ટરનેશનલ ક્રિકેટના બોલરોને ફિરકી લઇ નાખી.

પહેલી 9 બોલમાં 37 રન ફટકાર્યા

આ પારીમાં તેણે 7 છગ્ગા ફટકાર્યા. પોતાની ટીમ પખતુન્સ માટે રમી રહેલા કેપ્ટન આફ્રિદીએ નર્દન વોરિયર્સ સામે આ ધમાકો કર્યો. ટીમની ચાર વિકેટ તો સસ્તામાં પડી ગઇ હતી, જે પછી મેદાન પર શાહીદ આફ્રિદીએ એન્ટ્રી મારી. અને બોલરોની ઘોલાઇ કરવાનું શરૂ કરી દીધું. પહેલી 9 બોલમાં 37 રન ફટકાર્યા. પછી 12 બોલમાં 43 અને 14 બોલમાં તો 51 રન કરી પોતાની અર્ધસદી પૂરી કરી અને બોલરોનો રીતસરનો ધાગો ખોલી નાખ્યો.

વહાબે પોતાની બે ઓવરમાં 34 રન પીરસી દીધા

જેમની મજેદાર ધોલાઇ થઇ તેવા બોલરોની વાત કરવામાં આવે તો લેફ્ટ આર્મ સ્પીનર વહાબ રિયાજ અને ઇંગ્લેન્ડનો રવિ બોપારા હતો. વહાબના તો ચાર બોલમાં આફ્રિદીએ ઉપર ઉપરી 4 છગ્ગા લગાવી દીધા. વહાબે પોતાની બે ઓવરમાં 34 રન પીરસી દીધા. જ્યારે રન રસ્તામાં જ પડ્યા હોય ! આફ્રિદીએ 17 બોલમાં 59 રનની ઇનિંગ રમી. જેમાં 7 છગ્ગા સિવાય ત્રણ ચોગ્ગાનો પણ સમાવેશ થતો હતો. ટીમનો સ્કોર 10 ઓવરમાં 135/5 થયો. જે વિરોધી ટીમના ખેલાડીઓની બેટીંગ લાઇન અપ જોતા સામાન્ય કહી શકાય. કારણ કે આફ્રિદી સિવાય કોઇ ખેલાડી સારું પ્રદર્શન નહોતું કરી શક્યું. 

જવાબી પારીમાં વોરિયર્સની શરૂઆતની ઇનિંગ કંઇ ખાસ ન રહી. પણ વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર રોવમૈન પોવેલે 35 બોલમાં શાનદાર 80 રન બનાવી દીધા. અને ટીમને જીતની નજીક પહોંચાવી દીધી. પરંતુ છેલ્લે ટીમ 13 રનથી મેચ હારી ગઇ. મોહમ્મદ ઇરફાનની ધાંસુ બોલિંગની મદદથી વોરિયર્સને રન બનાવવું મુશ્કેલ હતું. જેના કારણે ટીમ હારી ગઇ.

READ ALSO 

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Zainul Ansari

ચીનને પડશે ભારે / આ ટાપુ પર બની રહ્યું છે, ભારતીય નૌકાદળનું ગુપ્ત મથક, હિન્દ મહાસાગર પર કરશે રાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!