GSTV
Home » News » ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન સામેની વર્લ્ડ ઈલેવન ટીમમાં સ્થાન ન મળતાં અફ્રિદી નિરાશ

ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન સામેની વર્લ્ડ ઈલેવન ટીમમાં સ્થાન ન મળતાં અફ્રિદી નિરાશ

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ અફરિદીએ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીનું સ્વાગત કર્યું છે. અફરિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આઇસીસીની સંયુક્ત પહેલની પ્રશંસા કરી હતી. જો કે, વર્લ્ડ ઇલેવનમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ ન થતાં શાહિદ અફરિદીએ નિરાશા વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આગામી મહિને વર્લ્ડ ઇલેવન સામે ત્રણ ટ્વેન્ટી-20 મેચની સિરીઝનું આયોજન કર્યું છે. વર્લ્ડ ઇલેવન ટીમની આગેવાની દક્ષિણ આફ્રિકાના ફાફ ડૂ પ્લેસિસ કરશે. આ ત્રણ મેચ લાહોરમાં 12, 13 અને 15 સપ્ટેમ્બરના રોજ રમાશે.

શાહિદ અફરિદીએ પોતાના ટ્વિટક એકાઉન્ટ પરથી લખ્યું કે, એ વાતથી ખુશી છે કે, ક્રિકેટને પાકિસ્તાનમાં પરત લાવવા માટે પીસીબી અને આઇસીસીએ હાથ મિલાવ્યો. જો ભારતીય ખેલાડી પણ આવતો તો સારું થાત. ઉલ્લેખનીય છેકે, ભારતીય ખેલાડીઓને પાકિસ્તાન સામે માત્ર આઇસીસી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ, વર્લ્ડ ટ્વેન્ટી-20 અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની અનુમતિ છે.

વર્લ્ડ ઇલેવનના ખેલાડીઓને આ સિરીઝથી 75 હજાર યૂકે પાઉન્ડ્સની કમાણી થશે. જ્યારે પાકિસ્તાને ખેલાડીઓને ટોચ સ્તરની સુરક્ષાનો વાયદો કર્યો છે. અને આશા વ્યકત કરી રહ્યાં છે કે, આ સિરીઝ બાદ અન્ય આંતરરાષ્ટ્રીય ટીમો પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું શરૂ કરે. અત્રે જાણવું જરૂરી છે કે, 2009માં શ્રીલંકા ટીમ પર લાહોર સ્ટેડિયમની બહાર થયેલા હુમલા બાદ કોઇપણ મોટી ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.

Related posts

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

Bansari

ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો ક્રિકેટર બન્યો માનસિક તણાવનો શિકાર, ટેસ્ટ મેચ રમવાની જ ના પાડી ટીમમાંથી નીકળી ગયો

Mansi Patel

આજથી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ : ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે જીતવા માટે હૉટ ફેવરિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!