પુલવામા હુમલો : ઇમરાન ખાનના નફ્ફટાઇ ભર્યા નિવેદનને આ ખેલાડીએ આપ્યું સમર્થન

પુલવામા હુમલા બાદ ભારતના સંખ્યાબંધ ક્રિકેટરો પાકિસ્તાન સામે વિશ્વ કપમાં મેચ નહી રમવા પર ભાર મુકી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પાક વડાપ્રધાન ઈમરાનખાનના નફ્ફટાઈભર્યા નિવેદનનુ સમર્થન કર્યુ છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ અફ્રિદીએ વડાપ્રધાન ઇમરાન ખાનના તે નિવેદનનું સમર્થન કર્યુ છે જેમાં તેણે કહ્યું હતું કે પુલવામા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની હત્યામાં પાકિસ્તાનનો કોઇ હાથ નથી.

શાહિદે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ઇમરાન ખાનનું તે નિવેદન શેર કર્યુ છે. આ વીડિયો શેર કરતાં આફ્રીદીએ કેપ્શન લખ્યું કે, આ એકદમ ઠોસ અને સ્પષ્ટ છે.

પાક ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુકેલા આફ્રિદીએ ઈમરાને ગઈકાલે આપેલા ભાષણનો વીડિયો શેર કરતા કહ્યુ હતુ કે સચોટ અને સ્પષ્ટ ભાષણ…..

ઈમરાને ગઈકાલે શેખી હાંકતા કહ્યુ હતુ કે જો પાકિસ્તાન પર હુમલો કરાયો તો તેનો પાકિસ્તાન જવાબ આપશે.ભારત સરકાર કોઈ પણ પૂરાવા વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહી છે.ભારત સરકારને અમે પહેલા જવાબ નહોતો આપ્યો કારણકે પાકિસ્તાનનુ તંત્ર સાઉદી અરબના પ્રિન્સની મુલાકાતમાં વ્યસ્ત હતુ.

ઈમરાને કહ્યુ હતુ કે ભારત સરકાર જો કોઈ પૂરાવા આપે તો પાકિસ્તાન તપાસ માટે તૈયાર છે.પંદર વર્ષથી આતંકવાદ સામે પાકિસ્તાન પણ જંગ લડી રહ્યુ છે.અમને આતંકવાદી હુમલો કરાવીને કોઈ ફાયદો નથી.દરેક વખતે કાશ્મીરમાં હુમલો થાય છે ત્યારે પાકિસ્તાન પર દોષારોપણ કરવામાં આવે છે.આતકંવાદ પર વાતચીત કરવા માટે પણ અમે તૈયાર છે.અમે તેને ખતમ કરવા માંગીએ છે.કારણકે પાકિસ્તાનને આતંકવાદથી ભારે નુકસાન થયુ છે.

ઈમરાનખાને કહ્યુ હતુ કે એક નવી વિચાર સરણી અપનાવવી જરુરી છે.કાશ્મીરમાં યુવાનોને હવે મોતનો ડર નથી લાગતો.અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ નક્કી થઈ ગયુ છે કે લશ્કરી કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ નહી આવે.કાશ્મીર મામલે વાતચીત કરી પડશે.

ઈમરાને કહ્યુ હતુ કે ભારતમાં લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ પણ ભારતમાં ચૂંટણીના કારણે આવી વાતો થઈ રહી છે.જો તમે વિચારતા હશો કે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ તો અમે જવાબ આપવા તૈયાર છે.જંગ શરુ કરવુ સહેલુ છે પણ ખતમ કરવુ મુશ્કેલ છે.બંને દેશો વચ્ચેના મુદ્દાઓનો ઉકેલ માત્ર વાતચીતથી જ આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter