GSTV
Panchmahal ગુજરાત

ફરી ઉઠયા ભ્રષ્ટાચારના સૂર/ શહેરામાં મામલતદાર સામે લાગ્યા લાંચ લેવાં આરોપો, તપાસની માંગ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં હજુ તો તાલુકા વિકાસ અધિકારીના લાંચ પ્રકરણની શાહી સુકાઈ નથી. ત્યાં શહેરાના તત્કાલીન મામલતદાર પર દર મહિને લાંચ લેવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. મામલતદાર મેહુલ ભરવાડ સામે લાંચ લેવાના ગંભીર આક્ષેપો સાથે સોગંદનામું કરી રાજ્યના ગૃહપ્રધાનને રજૂઆત કરવામા આવી છે.

શહેરા

તાલુકાની 50 ઉપરાંત સસ્તા અનાજની દુકાનના સંચાલકો પાસેથી દર મહિને રૂપિયા 3 હજાર 500થી લઈને રૂપિયા 4 હજાર 500 સુધીની લાંચનો હપ્તો ઉઘરાવવાનો આરોપ છે. એક માસમાં રૂપિયા 1. 75 લાખ ઉપરાંતની લાંચની રકમ ઉઘરાવી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. દુકાન સંચાલક લાંચની રકમ ન આપે તે દુકાનદારને ખોટી તપાસો ઉભીને કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil

Gujarat Elections / પ્રથમ તબક્કામાં સૌથી વધુ મતદાન આદિવાસી બેલ્ટમાં, જાણો ક્યાં કેટલું થયું વોટિંગ

Nakulsinh Gohil
GSTV