શહેરા પુરવઠા ગોડાઉનમાં થયેલા અનાજ કૌભાંડ મામલે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું કે સમગ્ર તપાસ એ.સી.બી. અને સી.આઈ.ડી.ને સોંપવામાં આવે. પંચમહાલ જિલ્લાના શહેરા પુરવઠા ગોડાઉનમાં સ્ટોક પત્રક કરતાં ઓછો જથ્થો મળી આવવાના મામલામાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે સમગ્ર તપાસ એસીબી અને સીઆઇડીને સોંપવા પોતે રજુઆત કરશે.

ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે વધુમાં પોતે પુરવઠા નિગમ બંધ કરી રેવન્યુ વિભાગને જવાબદારી સોંપવામાં આવે એવી સરકારમાં રજુઆત કરવાની વાત કરી છે. સસ્તા અનાજની દુકાન એક બે વાર સસ્પેન્ડ થાય તો કાયમી પરવાનો રદ કરવો જોઈએ એવી માંગ વિધાનસભામાં કરવા તેમજ ગેરરીતિ થયેલો જથ્થો ક્યાં ગયો, કોણ લઈ ગયું અને કેવી રીતે ગયો અને જથ્થો કબ્જે કરવામાં આવે તેવો સવાલ પણ કર્યો.. ઉલ્લેખનીય છેકે હાલ આ તપાસ પંચમહાલ એસઓજી શાખાને સોંપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત
- મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો