GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

ઉમદા અભિનયનું બીજું નામ એટલે અમિતાભ બચ્ચન. છેલ્લાં 5 દશકાથી બીગ બી પોતાના અભિનયનો જાદૂ પાથરી રહ્યાં છે. 77 વર્ષ યુવાન સીનિયર બચ્ચન હજુ પણ આગામી ફિલ્મોથી પોતાના અભિનયના ઓજસ પાથરશે. ત્યારે આવો જાણીએ કે અમિતાભની કઈ કઈ ફિલ્મો આવવાની છે.

આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ

અમિતાભ બચ્ચન અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજરે પડશે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યુ છે. ફિલ્મમાં અમિતાભની સાથે રણબીર કપુર અને આલિયા ભટ્ટ હશે. કરણ જોહર આ ફિલ્મના પ્રોડ્યુસર સાથે જોડાયેલાં છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ચેહરેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મને 2021માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત ઈમરાન હાશમી પણ નજરે પડશે. આ ફિલ્મનું નિર્દેશન રુમી જાફરી કરી રહ્યાં છે.ડાયરેકટર નાગરાજ મંજુલેની સાથે અમિતાભ કામ કરી રહ્યાં છે. નાગરાજની ફિલ્મ ઝુંડમાં અમિતાભ ભૂમિકા ભજવતા જોવા મળશે. ડાયરેક્ટર નાગરાજની મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ સૈરાટ માટે ઘણાં જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં બીગ બી એક સેવાનિવૃત ખેલ શિક્ષકની ભૂમિકા નિભાવશે. જો એક સ્લમ ફુટબોલ આંદોલન શરૂ કરે છે. અમિતાભ અને આર. બાલ્કીની જોડી ફરી એક વખત એક સાથે કામ કરતા નજરે પડશે. આ પહેલાં બીગ બી, આર બાલ્કી સાથે ચીની કમ, પા અને શમિતાભ જેવી ત્રણ ફિલ્મ કરી ચુક્યા છે. ડાયરેક્ટર શૂજીત સરકારની ફિલ્મ શૂ બાઈટમાં અમિતાભ બચ્ચન મહત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મને યુટીવી મોશન પિકચર્સ અંતર્ગત બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી એમ નાઈટ શ્યામલન દ્વારા લેબર ઓફ લવથી પ્રેરિત છે. આ ફિલ્મમાં સારિકા, દિયા મિર્ઝા અને જીમ્મી શેરગીલ જોવા મળશે.

ટાઈમ મશીનમાં છે ઉમદા રોલ

સાયન્સ ફિકશન આધારીત ફિલ્મ ટાઈમ મશીનમાં બીગ બી નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભની સાથે પુત્ર અભિષેક પણ મહત્વની ભૂમિકામાં નજરે પડી શકે છે. વર્ષ 2002માં આંખે ફિલ્મના જાદૂ બાદ અનીસ બઝમી નિર્દેશીત આંખે-2 ફિલ્મ રજૂ થવાની છે. આ ફિલ્મ આંખેની સિકવલ હશે. ફિલ્મની વાર્તાનો વિષય તે જ પ્રકારનો હશે જે આંખેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ બ્લાઈન્ડ લોકો લૂંટની ઘટનાને અંજામ આપતા જોવા મળશે. આંખે-2માં અક્ષય કુમારની જગ્યાએ અરશદ વારસી અને સુષ્મિતા સેનની જગ્યાએ ઈલિયાના હોય શકે છે. ફિલ્મ બુદ્ધં શરણમ્ ગચ્છામિ એક ક્રાઈમ થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મનું ડાયરેકશન વિવેક શર્મા કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

મળી ચુક્યાં છે સર્વોચ્ય નાગરિક પુરસ્કાર

અમિતાભ બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં લગભગ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓએ અત્યાર સુધીમાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. ભારતીય સિનેમામાં પોતાના ઉમદા અભિનય માટે અનેક પુરસ્કારથી પણ નવાજિત થયા છે. બીગ બીને ચાર વખત સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સાથે જ તેઓને વર્ષ 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં વર્ષ 2001માં તેઓને ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ અને વર્ષ 1984માં ભારત સરકારે દેશના ચોથા સૌથી મોટા નાગરિક પુરષ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!