GSTV

શાહીન બાગ: પ્રદર્શનકારી પાછળ હટવા નથી તૈયાર, 29 જાન્યુઆરીએ ભારત બંધનું એલાન

દેશમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકતા સંશોધન કાનૂન વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યું છે. જ્યારે CAAનો વિરોધ કરી રહેલા શાહીન બાગનાં લોકોએ 29 જાન્યુઆરીએ ભારત બંધ બોલાવ્યું છે. દિલિહીનાં શાહીન બાગ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમથી CAA વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન યોજાઈ રહ્યું છે. પ્રદર્શનકારીઓએ હવે ભારત બંધનું આહ્વવાન કર્યું છે. તેમણે જણાવ્યું કે દુનિયાની કોઈ તાકત અમને અહિંયાથી હટાવી નહી શકે.

નાગરીક્તા સંશોધન કાનૂન (CAA)નાં વિરુદ્ધ પ્રદર્શનકારીઓએ પોતાનો સંગ્રામનો વેગ વધારવાનો સંકલ્પ કર્યો છે. તેમની માંગ છે કે સરકાર આ કાનૂનને પાછો ખેંચે. અથવા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન સતત પણે યથાવત રહેશે. છેલ્લા એક મહિનાથી પ્રદર્શનકારીઓ શાહીન બાગમાં પોતાની માંગણીઓને લઈને મુકાબલો કરવા ડટી રહ્યા છે.

શાહીન બાગનાં પ્રદર્શનકારીઓએ એક સૂરમાં નિર્ણય કર્યો છે કે 29 જાન્યુઆરીએ રસ્તાઓને જામ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સરકાર પોતાના પ્રતિનિધીઓ મોકલશે તો પણ તેમનો વિરોધ સતત રીતે યથાવત રહેશે.

ઉપરાજ્યપાલે પ્રતિનિધિ મંડળને લોકોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે માર્ગ બંધ થવાને કારણે સ્કૂલનાં બાળકો, દર્દીઓ અને સામાન્ય લોકોને આવતી મુશ્કેલીઓને ટાંક્યા હતા.

શાહીન બાગમાં 1 મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો તેમાં જોડાઈ રહ્યા છે. કેટલીક વૃદ્ધ મહિલાઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આમાંની એક વૃદ્ધ મહિલાએ મંગળવારે ખુલ્લેઆમ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જો સરકાર પીછેહઠ નહીં કરે તો અમે એક ઇંચ પણ પાછળ નહીં જઈએ. અત્યંત કઠોર રીતે વૃદ્ધ મહિલાએ કહ્યું કે અમે મૃત્યુથી ડરતા નથી. આ મહિલાઓની માંગ છે કે જો સરકાર સીએએ પાછી નહીં ખેંચે તો તેમનું પ્રદર્શન ચાલુ રહેશે.

READ ALSO

Related posts

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!