GSTV

શાહીનબાગ: પિસ્તોલ લઈ પહોંચેલા મોહમ્મદની સ્પષ્ટતા, હું તો પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા ગયો હતો

શાહીનબાગમાં પિસ્તોલ લઈને પ્રદર્શકારીઓની વચ્ચે પહોંચેલા શખ્સની ઓળખાણ થઈ ગઈ છે. આ શખ્સનું નામ મોહમ્મદ લુકમાન તરીકેની બતાવવામાં આવી રહ્યું છે. બુધવારે પોલીસે તેને પુછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં તેણે અમુક વાતોની કબૂલાત કરી હતી.

મોહમ્મદ લુકમાને કહ્યું કે, શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા ગયો હતો. હું તેમને કહેવા ગયો હતો કે, આ પ્રદર્શન ખતમ કરી નાખો. કારણ કે, તેનાથી ઘણી તકલીફો થઈ રહી છે.લુકમાને જણાવ્યું હતું કે, હું હંમેશા મારી સાથે પિસ્તોલ રાખું છું, ત્યાં હાજર કોઈ વ્યક્તિએ તેને જોઈ લીધી હશે અને તેણે મંચ પર જઈ હોબાળો કર્યો. મને નથી ખબર કે, તે કોણ છે.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, પિસ્તોલ બતાવવાળો શખ્સ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે. તો વળી શાહીનબાગ પોલીસનું કહેવું છે કે, તેમની પાસે પિસ્તોલ કાઢી હોઈ તેવી કોઈ માહિતી મળી નથી. જો કે, આટલી ભીડમાં પણ પિસ્તોલ તાંકતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાદમાં પોલીસ તેને લઈ તપાસ હાથ ધરી છે.

પ્રદર્શનકારી તાસીર અહમદનું કહેવું છે કે, પિસ્તોલ તાંકવાવાળો શખ્સ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે. તેણે મંચ પર આવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. પ્રદર્શનકારી શકીલનું કહેવું છે કે, આરોપી એક બિલ્ડરનો પુત્ર છે. જેને એક મોટા નેતાનું સમર્થન મળેલું છે.

આરોપ છે કે, પિસ્તોલ કાઢનારા શખ્સે પ્રદર્શનકારીઓને કહ્યું કે, તેમના કારણે હજારો લોકો હેરાન થઈ રહ્યા છે. નોઈડા જતાં લોકોને કેટલાંય કિમીનું અંતર કાપવું પડે છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!