GSTV

Coronaના ખોફ વચ્ચે લોકોની મદદ માટે આગળ આવ્યો આ ક્રિકેટર, પાકિસ્તાનમાં બની ગયો હીરો

corona

આવા સયયમાં જ્યારે સૌકોઇ corona વાયરસ જેવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે તેવામાં એવા ઘણાં લોકો છે જે અન્યો માટે હીરો બનીને મદદ માટે સામે આવી રહ્યાં છે. સૌકોઇ કોઇને કોઇ રીતે આ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં સામાન્ય લોકોની મદદ માટે દેવદૂત બનીને સામે આવ્યો છે પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી. આફ્રિદી પાકિસ્તાનમાં સામાન્ય લોકોની મદદ માટે રાશનથી લઇને સેનિટાઇઝરનું વિચરણ કરી રહ્યો છે.

પોતાના ફાઉન્ડેશન સાથે મળીને લોકોની મદદ કરી રહ્યો છે આફ્રિદી

શાહિદ આફ્રિદીએ 21 માર્ચ 2020થી જ વીડિયો ટ્વીટ કરીને લોકોમાં Corona વાયરસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે. શાહિદ આફ્રિદીનું ફાઉન્ડેશન આ સમયે લોકોમાં રાશન વહેચવાની સાથે સેનિટાઇઝર પણ લગાવી રહ્યું છે. આફ્રિદીએ પોતાના પિતા સાહિબઝાદા ફઝલના નામે રહેમાન ચેરિટી હોસ્પિટલમાં એક આઇસોલેશન વોર્ડ પણ બનાવ્યો છે. વર્ષ 2014માં પોતાના પિતાના મૃત્યુ બાદ આફ્રિદીએ 2014માં પોતાના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આફ્રિદી  (Shahid Afridi)ના આ પ્રયાસોના ભરપૂર વખાણ થઇ રહ્યાં છે. તે પોતાના દેશમાં હીરો બની ગયો છે.

દુનિયાભરના દિગ્ગજ મદદ માટે આગળ આવ્યા

તેની પહેલા અનેક દિગ્ગજો મદદ માટે આગળ આવ્યાં છે. દુનિયાના અનેક મોટા ઓલિંપિયન પોતાની મહત્વની વસ્તુઓ દાન કરી ચુક્યા છે જેના પર બોલી લગાવવામાં આવી રહી છે. ફ્રાંસના રહેવાસી ફુટબોલર પૉલ પોગ્બા બ્રિટીશ સ્વાસ્થ્યકર્મીઓ માટે રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. સ્વીડનના રહેવાસી ફુટબોલર જ્લાટન ઇબ્રાહિમોવિચ ઇટલીની હોસ્પિટલોની મદદ કરી રહ્યા છે.

પોલેન્ડના રોબર્ટ લેવાંડોવ્સ્કી અને તેની પત્ની એનાએ મળીને 10 લાખ યુરોની રકમ દાન કરી છે. જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખમાં તેની સાથે રમનાર લિઓન ગોરેન્ઝકા અને જોશુઆ કિમિખે મળીને ‘વી કિક કોરોના’ નામે ફંડ શરૂ કર્યુ છે. બંનેએ મળીને તેમાં 10 લાખ યુરોની રકમ આપી છે.

Read Also

Related posts

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!