GSTV
News Trending World

લો બોલો! પાકિસ્તનના પીએમ શાહબાઝ શરીફ ઇમરાન ખાન કરતા બે ડગલાં આગળ, જીવનમાં પાંચ વાર કર્યા લગ્ન

પાકિસ્તાનમાં સાડા ત્રણ વર્ષ સુધી શાસન કરનારા ઇમરાનખાને છેવટે સત્તા ગુમાવવી પડી છે.  આર્મીના વડા જનરલ જાવેદ બાજવા સાથેની દુશ્મની ઇમરાનને ભારે પડી જતા છેવટે પાકિસ્તાન મુસ્લિમ લીગના શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઇ રહયા છે. શાહબાઝ વડાપ્રધાન ના બને તે માટે  ઇમરાનખાને ઘણા ધમપછાડા કર્યા પરંતુ છેવટે નિષ્ફળતા મળી છે. ઇમરાનખાનના સ્થાને પીએમ ખુરશી પર બેસનારા શાહબાઝનું અંગત જીવન. ઇશ્કે મિજાજ અને લગ્ન બાબતે ઇમરાન કરતા બે ડગલા આગળ છે. 

શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઇ છે. ઇમરાને ત્રણ વાર લગ્ન કર્યા હતા. બીબી બુશરા પાકિસ્તાનના રાજકિય વર્તુળોમાં ઇમરાનની તાંત્રિક પત્ની તરીકે જાણીતી છે. શાહબાઝ શરીફની વાત કરીએ તો તેમણે પાંચ વાર લગ્ન કર્યા છે. સૌ પ્રથમવાર 1973માં બેગમ નુસરત શાહબાઝ સાથે લગ્ન કર્યા હતા. બેગમ નુસરત સાથેનું લગ્ન જીવન 20 વર્ષ સુધી ચાલ્યું હતું. 

શાહબાઝની બે પત્નીઓ નુસરત અને તેહમીના સાથે જ રહે છે

1993માં શાહબાઝે આલિયા હની નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મોટા ભાઇ નવાઝ શરીફે આલિયા હની સાથેના લગ્નનો ભરપૂર વિરોધ કર્યો હતો. શાહબાઝ પર તલ્લાક આપવા સુધીનું દબાણ થયું હતું પરંતુ તે ઝુકયા ન હતા.જો કે અલિયા હની સાથેના સંબંધો ઝડપથી વિચ્છેદ થયા અને નિલોફર ખોસા નામની મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 2003માં સામાજીક કાર્યકર્તા અને લેખિકા તેહમીના દુરાર્ની સાથે લગ્ન કર્યા જે તેમના ચોથા લગ્ન હતા.

તેહમિના સાથેનું પ્રેમ પ્રકરણ 8 વર્ષ સુધી ચાલ્યું હતું ત્યાર બાદ લગ્ન કરવાનું નકકી કર્યુ હતું. જયારે 2012માં શાહબાઝના જીવનમાં કુલસૂમ હયી નામની મહિલા જીવનમાં આવી જે તેની પાંચમી પત્ની બની હતી. હાલમાં શાહબાઝની બે પત્નીઓ નુસરત અને તેહમીના સાથે જ રહે છે. જયારે આલિયા,નિલોફર અને કુલસૂમને તલ્લાક આપી દીધા છે. નુસરતના બે પુત્રો અને ત્રણ પુત્રીઓ જયારે આલિયા હનીની એક પુત્રી છે.  શાહબાઝનો એક પુત્ર સુલેમાન અબજો રૂપિયાનો પારિવારિક બિઝનેસ સંભાળે છે. 

READ ALSO:

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ

Hardik Hingu
GSTV