GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

લોકસભામાં અમિત શાહનો હુંકાર, જો તમે બિલને ખોટું સાબિત કરી બતાવશો તો અમે પાછું ખેંચી લઈશું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પર વિપક્ષના વાંધા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો તમે લોકો બિલને ખોટું સાબિત કરો તો અમે બિલ પાછું ખેંચી લઈશું. તેમણે કહ્યું કે જેમ આપણે ભારતમાં લઘુમતીઓની ચિંતા કરીએ છીએ, તેવી જ રીતે અમે પડોશી દેશોમાંથી આવતા લઘુમતી સમુદાયના લોકો માટે પ્રતિબદ્ધ છીએ.

આ ખરડો કોઈપણ રીતે ભેદભાવ રાખતો નથી

અમિત શાહે કહ્યું કે આ ખરડો કોઈપણ રીતે ભેદભાવ રાખતો નથી અને જે લોકો ધર્મના આધારે જુલમ સહન કરે છે તેમને આશ્રય આપે છે. ગૃહપ્રધાને કહ્યું કે નાગરિકત્વને લગતા આવા કાયદા પણ અગાઉ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 1947 માં લાખો લોકોએ ભારતમાં આશ્રય લીધો હતો અને અમે તેમને નાગરિકત્વ આપીને તમામ હક આપ્યા હતા. તે જ સમયે, મનમોહન સિંહ અને લાલકૃષ્ણ અડવાણી જેવા લોકો હતા, જેઓ વડા પ્રધાનથી નાયબ વડા પ્રધાન ગયા હતા.

કોંગ્રેસ એકજૂટ તો ભાજપે કર્યો આ ખુલાસો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિતા બિલને રજૂ કર્યુ છે. બિલ રજૂ થતાંની સાથ જ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ તેનો વિરોધ કર્યો જેના પર અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે અધીર રંજનને જવાબ આપતાં કહ્યું કે આ બિલ કોઈ પણ રીતે દેશના અલ્પસંખ્યકોની વિરૂદ્ધમાં નથી. લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ થયું છે, તે સાથે જ કોંગ્રેસ, ટીએમસી સહિતના કેટલીક વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો. કોંગ્રેસે કહ્યું કે આ બિલ રજૂ થવું એ જ બંધારણ વિરૂદ્ધની વાત છે. અધીર રંજને કહ્યું કે આ બિલ અલ્પસંખ્યક વિરૂદ્ધનંહ છે. આ બિલ આર્ટિકલ 14ની અવગણના કરે છે. આ બિલ અનુચ્છેદ 5, 14 અને 15ની મૂળ ભાવના વિરૂદ્ધનું છે. આર્ટિકલ 13 અને 14ને નબળું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે અમિત શાહે કહ્યું કે બિલમાં ક્યાંય પણ મુસ્લિમોનું નામ નથી. વિપક્ષ પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું કે વિપક્ષ આ બિલને તોડીમરોડીને રજૂ ન કરી શકે. અમિત શાહે વધુમાં કહ્યું કે, તેઓ દરેક સવાલનો જવાબ આપશે, ત્યારે વિપક્ષ વોકઆઉટ ન કરે. આ બિલ લઘુમતીના 0.001% પણ વિરોધમાં નથી. ભાજપે તેના તમામ સભ્યોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે.

કોની પાસે છે કેટલું બળ ?

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે આ બિલને મંજૂરી આપી હતી. ભાજપ પાસે લોકસભામાં આ બિલ પસાર કરાવવા માટે પૂરતી સંખ્યા છે. જ્યારે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સપા, આરજેડી અને ડાબેરી સહિતના વિપક્ષો આ વિધેયકનો વિરોધ કરી રહ્યાં છે. તેઓ ધાર્મિક આધારે ભેદભાવ કરનારું તથા બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધનો આ ખરડો હોવાનું જણાવે છે.

સિબ્બલે ટ્વિટમાં હાથ મિલાવો અને દેશ બચાવોની અપીલ કરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નાગરિકતા સંશોધન બિલને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે. કપિલ સિબ્બલે ટ્વીટ કરી લખ્યું કે આ ખરડો એક એવી કેબ છે જેનો ચાલક વિભાજનકારી છે. સિબ્બલે વધુમાં લખ્યું કે આ ખરડાથી રાજકીય લાભ ઉઠાવવાની સાથે સામાજિક અને બંધારણીય મૂલ્યોને અસ્થિર અને નષ્ટ કરવા પર છે. સિબ્બલે ટ્વિટમાં હાથ મિલાવો અને દેશ બચાવો એવી અપીલ પણ કરી છે.

અસમમાં થઈ રહ્યો છે જોરદાર વિરોધ

નોર્થ ઈસ્ટના લોકોનું કહેવું છે કે બહારથી આવીને નાગરિકતા લેનારાઓને કારણે તેમની ઓળખ અને આજીવિકાને ખતરો છે. તો આ વિરોધમાં ડાબેરી વિચારધારાવાળા લગભગ 16 સંગઠનો પણ છે, જેઓએ 10 ડિસેમ્બરે 12 કલાકના આસામ બંધનું આહ્વાન પણ કર્યુ છે. તો પૂર્વોત્તર છાત્ર સંગઠન આ મુદ્દાને લઈને મંગળવારે સવારે પાંચ વાગ્યાથી 11 વાગ્યા સુધી પૂર્વોત્તર બંધનું પહેલેથી ઐલાન કરી ચુક્યા છે. એસએફઆઈ, ડીવાઈએફઆઈ, એઆઈડીડબલ્યૂએ, એસઆઈએસએફ, આઈસા, ઈપ્ટા જેવાં 16 સંગઠનોના સંયુક્ત નિવેદનમાં ખરડાને રદ કરવાની મગ કરવામાં આવી છે અને મંગળવારે આસામ બંધનું એલાન કર્યુ છે.

તો આસામમાં આ બિલનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આસામના અનેક સંગઠનો અને પાર્ટી આ બિલનો તેમ કહીને વિરોધ કરે છે તેનાથી આસામની ઓળખ પર સંકટ આવશે. આસામમાં ચર્ચા છે કે આ બિલ કાયદો બન્યાં બાદ 1985માં થયેલી આસામ સમજૂતીની જોગવાઈઓને બેઅસર કરી દેશે. આ સમજૂતી અંતર્ગત જ આસામમાં 24 માર્ચ 1971 પહેલાં આવેલા લોકોને આસામની નાગરિકતા આપવામાં આવી હતી.

25 વર્ષ સુધી મતદાનનો અધિકાર ન આપવામાં આવે

નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાએ સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાએ મોદી સરકારને ખરડામાં સંશોધનનો પ્રસ્તાવ આપ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું કે મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નાગરિકતા સંશોધન બિલ પર અડગ છે. પરંતુ શું આ ખરડો વોટ બેંકના પોલિટિક્સ માટે આ બિલ પાસ કરાવવામાં આવી રહ્યું છે. અમે જાણીએ છીએ કે હિંદુઓની પાસે ભારત સિવાય કોઈ બીજો દેશ નથી, પરંતુ જો વોટ બેંક માટે નાગરિકતા બિલને પસાર કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો આ દેશ માટે યોગ્ય નથી. શિવસેનાએ વધુમાં કહ્યું કે અમારી માગ છે કે જે બહારના લોકોને નાગરિકતા આપવામાં આવશે તેમને 25 વર્ષ સુધી મતદાનનો અધિકાર ન આપવામાં આવે.

READ ALSO

Related posts

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel

આપત્તિ બની અવસર: કોરોના કાળ બાદ આ 4 સેક્ટરમાં જોવા મળશે મોટા પ્રમાણમાં ગ્રોથ

pratik shah

શહેરથી 15 કિમીના દાયરામાં હેલ્મેટ પહેરવાથી મળશે મુક્તિ, જાણો શું છે Whatsapp પર વાયરલ આ મેસેજની હકીકત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!