GSTV
Home » News » શાહરૂખ ખાનની લાડલી સુહાનાનો 18th Birthday, મમ્મી ગૌરીએ શૅર કરી ખૂબસુરત તસવીર

શાહરૂખ ખાનની લાડલી સુહાનાનો 18th Birthday, મમ્મી ગૌરીએ શૅર કરી ખૂબસુરત તસવીર

બોલીવુડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાનની લાડલી દિકરી સુહાના ખાનનો આજે 18મો જન્મ દિવસ છે. તેવામાં સુહાનાના 18મા જન્મ દિવસ પહેલા તેની મમ્મી ગૌરી ખાને સુહાનાની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર જોઇને લાગી રહ્યું છે કે શાહરૂખ અને ગૌરી પોતાની આ પ્રિન્સેસને કોઇ ખાસ સરપ્રાઇસ આપવાની તૈયારી કરી રહ્યા છે. સુહાનાની આ તસવીર કોઇ સેલેબ્રિટી ફોટોગ્રફરે ક્લિક કરી છે પરંતુ ગૌરીએ આ પોસ્ટમાં કરણ જોહરનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

ગૌરી ખાને શેર કરેલી આ તસવીરમાં સુહાના ખૂબ જ સુંદર લગી રહી છે. સુહાના આ પોઝ આપતી વખતે ખૂબ જ કોન્ફિડેન્ટ લાગી રહી છે. જો કે શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની દિકરી પણ તેની જેમ ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેવામાં સુહાનાનો આ પોઝ જોઇને લગી રહ્યું છે કે સુહાના ટુંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે.

આ ફોટો સુહાનાએ એક મેગેઝીન માટે શૂટ કરાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ગૌરીએ ખુલાસો કર્યો હતો કે સુહાના ટૂંક સમયમાં પોતના પહેલા પ્રોજેક્ટ તરીકે એક મેગેઝીન માટે શૂટ કરવા જઇ રહી છે. જો કે ગૌરીએ આ મેગેઝીનન નામનો ખુલાસો કર્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની જેમ જ તેની દિકરી સુહાનાની ફેન ફોલોઇંગ લાખોમાં છે. સોશિયલ મીડિયા પર સુહાનાની અનેક તસવીરો વાયરલ થતી રહેતી હોય છે.

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!