GSTV

શાહરૂખના ડૂબતા કરિયર માટે આ એક્ટ્રેસ બની તારણહાર, આ ફિલ્મ સાથે કમબેક કરશે ‘કિંગ ખાન’

શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ માટે વિવિધ અટકળો મીડિયા તેમજ બોલીવૂડમાં થઇ રહી છે. પરંતુ કિંગ ખાન પોતાની આવનારી ફિલ્મ વિશે લગીરે  સ્પષ્ટતા કરતો નથી. હવે નવી વાત મુજબ શાહરૂખ ખાન અને કરીના કપૂરની જોડી રૂપેરી પડદે જોવા મળશે. જો આમ થશે તો આ જોડી ‘જબ તક હૈ જાન’ બાદ ફરી સાથે કામ કરશે.

સૂત્રની વાત સાચી માનીએ તો, શાહરૂખે રાજ કુમાર હીરાણીને ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. આ ફિલ્મમા તેની સાથે કરીના કપૂર મુખ્ય અભિનેત્રી તરીકે હશે. જોકે આ ફિલ્મ અંગે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

જોકે તાજેતરમાં એક વાત એવી પણ હતી કે, શાહરૂખ ખાન કરણ જોહરની આગામી ફિલ્મમાં કામ કરવાનો છે. જેમાં તેની સાથે રણબીર કપૂર પણ હશે. કરણની આ ફિલ્મ બ્લોકબસ્ટર હશે તેમ સૂત્રોનું કહેવું છે.

શાહરૂખ ખાન ફિલ્મ ‘ઝીરો’માં વામનનું પાત્ર ભજવ્યું હતું. તે પોતાના અભિનય સાથે એક્સપરીમેન્ટ કર્યો હતો, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. ત્યારથી શાહરૂખ ખાન ફિલ્મની પસંદગી અંગે નિર્ણય લઇ શકતો નથી. તેની આગામી ફિલ્મ અંગે વારંવાર વિવિધ અટકળો આવતી રહે છે. પરંતુ અભિનેતા પોતાના તરફથી કોઇ સ્પષ્ટતા કરતો નથી. જોકે તેણે પોતાના જન્મદિવસના દિવસે ચાહકોને કહ્યું હતું કે, તે જલદી જ આગામી ફિલ્મ વિશે સમાચાર આપશે.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!