GSTV
Home » News » શાહરૂખ અને સલમાનમાં કોણ છે નંબર 1, કોની ફેન ફોલોઈંગ છે સૌથી વધારે

શાહરૂખ અને સલમાનમાં કોણ છે નંબર 1, કોની ફેન ફોલોઈંગ છે સૌથી વધારે

શાહરૂખ અને સલમાનના બનતા બગડતા સંબંધો વચ્ચે એક સવાલ તેના ફેન્સના મનમાં છે કે હાલમાં બંનેમાંથી નંબર 1 કોણ છે? કોની ફેન ફોલોઈંગ છે સૌથી વધારે?

ફિલ્મોની વાત કરવામાં આવે તો હાલમાં બોક્સ ઓફિસ પર સલમાનનો જાદુ છવાયેલો છે. દર વર્ષે તેની એક બ્લોકબસ્ટર ફિલ્મ જરૂર આવે છે. વર્ષ 2010થી સલમાનના કરિયરનો ગ્રાફ બદલાઈ ગયો છે. 2010માં આવેલ ફિલ્મ ‘દબંગ’માં ચુલબુલ પાંડેનું પત્ર ભજવીને તેણે સાબિત કરી દીધું કે બોક્સ ઓફીસનો કિંગ કોણ છે.

2011માં રિલીઝ થયેલ ફિલ્મ ‘રેડી’ અને ‘બોડીગાર્ડ’ પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. 2012માં આવેલ સલમાનની ફિલ્મ ‘એક થા ટાઈગર’ તેના માટે માઈલસ્ટોન સાબિત થઇ. ફિલ્મે જબરદસ્ત કલેક્શન કર્યું. આ વર્ષે ‘દબાણ 2’ પણ આવી હતી. આ ફિલ્મ પણ સુપર હીટ ફિલ્મોની લીસ્ટમાં સામેલ હતી.

વર્ષ 2015માં ‘બજરંગી ભાઈજાન’, 2016માં ‘સુલતાન’ અને 2017 માં ‘ટાઈગર જિન્દા હે’થી તે સુપરસ્ટારની કેટેગરીમાં શામિલ થઇ ગયા. તેની આ ફિલ્મોએ ફક્ત ભરતમાં જ નહીં પરંતુ દુનિયા ભારમાં જબરદસ્ત કમાણી કરી.

બીજી તરફ શાહરૂખ ખાને 2013 બાદ કોઈ સુપરહિટ ફિલ્મ નથી આપી. 2013માં આવેલ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ને દર્શકોએ ખૂબ પસંદ કરી. પરંતુ તેના પછી આવેલ ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’, ‘દિલવાલે’, ‘ફેન’, ‘રઈસ’ અને ‘જબ હેરી મેટ સેજલ’ દર્શકોની ઉમ્મીદ પર ખરી ઉતરી શકી નહીં.

બોક્સઓફિસની રીતે જોવામાં આવે તો હાલમાં શાહરૂખ કરતા વધારે સલમાન ચમકી રહ્યો છે.

સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો અહી પણ સલમાન શાહરૂખથી આગળ છે. ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં સલમાનની ફેન ફોલોઈંગ શાહરૂખ કરતા વધારે છે.

ફેસબુક પર સલમાનને ત્રણ કરોડથી પણ વધારે લોકો ફોલો કરે છે જયારે શાહરૂખના ફોલોવર્સ ૨ કરોડની આસ-પાસ છે.

 

CRICKET.GSTV.IN

Related posts

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

સલમાનખાનની બહેન અર્પિતાની એનિવર્સરી પર પહોંચ્યા સ્ટાર્સ, જશ્નનો માહોલ

pratik shah

અનુપમ ખેરે શેર કર્યો એવો વિડિયો, લોકો બોલ્યા સર દિમાગ ફરી ગ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!