video: આ ગીત સાંભળીને તમને શેરડીને રોટલો ખાતા હોય એવી ફિંલીંગ આવશે

શાહરૂખ ખાનનું ફેન ફોલોઈંગ ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં છે. શાહરુખ ખાનનાં ગીતો પણ ખૂબ જ લોકપ્રિય છે. એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમે પણ હસવા લાગશો. શાહરૂખ ખાનનું ગીત ‘કલ હો ન હો’ ખૂબ જ લોકપ્રિય છે. નાઇજિરિયામાં કેટલાક છોકરાઓ સાથે મળીને શાહરુખનું આ ગીત ગાતા હોય એવો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર કોઈ આ વિડિયો જોઈને હસે છે તો કોઈ તેની પ્રશંસા કરે છે. વિડિયોમાં જોવા મળે છે કે નાઇજિરીયાના છોકરા કૅમેરાની સામે ગીત ગાતા જોવા મળે છે. તે વચ્ચે ભુલી જાય તો કેવી રીતે ફરી શરૂ થાય છે એ પણ જોવા લાયક છે. સોનુ નીગમે આ ગીત ગાયેલું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter