GSTV

સૈફ અલી ખાને કાઢી પોતાની ભડાસ કહ્યું, ‘શાહરૂખના કારણે મારી એક પણ ફિલ્મ ન ચાલી’

Last Updated on October 5, 2019 by Yugal Shrivastava

સૈફ અલી ખાને હંમેશા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ નવાબ સાહેબ વધારે સફળ થઈ શક્યા નહીં. છેલ્લા ઘણા સમયથી સૈફ તેની ફિલ્મસના પાત્રો સાથે પ્રયોગ કરી રહ્યો છે, જે ક્યારેક સફળ તો ક્યારેક નિષ્ફળ રહ્યો. આટલી મુસીબત પછી પણ સૈફ આ ઇન્ડસ્ટ્રીમાં એટલી નામના મેળવી શક્યોં નથી જેટલી ત્રણ ખાનોએ મેળવી છે. આ ત્રણે ખાનની સૂચિમાં સૈફનું નામ ક્યારેય ઉમેરવામાં આવ્યું નહોતું અને શાહરૂખની ફિલ્મો પર સૈફે આંગળી ચીંધી અને સૈફનું આ દુખ એક ઇન્ટરવ્યુમાં છલકાઇ આવ્યુ.

બિન્દાસ્ત રીતે પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે જાણીતા એક્ટર સૈફ અલી ખાને બોલીવુડમાં સ્ટૉકર અને તેના પર આધારિત કિરદારોને લઇને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. તેણે આ દરમિંયાન શાહરૂખ ખાનનું ઉદાહરણ પણ આપ્યુ.

એક ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું કે મેલ સ્ટૉકર ઇન્ડિયન મૂવીઝમાં કોઇ શૈલી જેવો છે. તેણે તે વાત પર આશ્વર્ય પણ વ્યક્ત કર્યુ કે કેવી રીતે કિરદારો પર આધારિત સ્ટોરીઝે બૉક્સ ઑફિસ પર ઉમદા પર્ફોર્મ કર્યુ છે.

તેમણે આ કેટેગરીમાં રાંઝણામાં ઘનુષના કિરદાર અને ડરમાં શાહરૂખ ખાનના કિરદારને મુક્યા. સૈફે મજાકમાં તેમ પણ કહ્યું કે શાહરૂખે સ્ટોકર એટલે કે છોકરીઓનો પીછો કરનારાના કિરદારના દમ પર શરૂઆતમાં પોતાનું કરિયર બનાવ્યુ.

સૈફે વધુમાં જણાવ્યું કે પડદા પર તે દર્શાવવામાં આવે છે જે મેકર્સને લાગે છે કે ઓડિયન્સ જોવા માગે છે. તેમણે કહ્યું કે સ્ટૉકરના કિરદારોને પણ હૉલીવુડમાં કૉપી કરવામાં આવ્યા હશે કારણ કે બોલીવુડમાં વિદેશી ફિલ્મોને કૉપી કરવામાં આવે છે.

સૈફે ફિલ્મ બાઝીગરનું પણ ઉદાહરણ આપ્યુ. તેમણે જણાવ્યું કે આ ફિલ્મની સ્ટોરી ઓરિજિનલ ન હતી પરંતુ આ હોલીવુડની ફિલ્મ ‘અ કિસ બિફોર ડાઇંગ’ની સ્ટોરી પરથી પ્રેરિત હતી. જેમાં એક શખ્સ બદલો લેવા માટે ઘરમાં સ્થાન મેળવે છે અને પછી દિકરીઓને એક પછી એક મોતને ઘાટ ઉતારી દે છે.

Read Also

Related posts

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!