GSTV
Home » News » Pics: મહારાજાના રાજમહેલ જેવું છે શાહરૂખ ખાનનું ઘર, કિંમત જાણશો તો આંખો થઇ જશે પહોળી

Pics: મહારાજાના રાજમહેલ જેવું છે શાહરૂખ ખાનનું ઘર, કિંમત જાણશો તો આંખો થઇ જશે પહોળી

છેલ્લા25 વર્ષથી શાહરુખ ખાને તેના ચાહકોના દિલો પર રાજ કર્યું છે. આજે કિંગ ખાનનો 53 મોજન્મદિવસ છે. આખો દેશ તેમને જન્મદિવસ પર શુભેચ્ઠાઓ પાઠવી રહ્યા છે. શાહરૂખેજન્મદિવસે મધ્યરાત્રિએ તેમના ઘર ‘મન્નત’ બહાર આવીને પોતાના ફેન્સનું અભિવેદનઝીલ્યું હતા. શાહરૂખના ઘરની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા. તેઓ શાહરૂખની એક ઝલક મેળવવા માટે પડાપડી કરીરહ્યાં હતા.

જ્યારે શાહરૂખના ઘરની વાત આવી જ છે તો જણાવી દઇએ કે શાહરૂખનું ઘર કોઇ મહેલ જેવું છે. એક સમયે ‘મન્નત’ શુટિંગ લોકેશન તરીકે ઉપયોગમાં લેવાતું હતું.

હવે આ બંગલા પર આજે શાહરૂખનું રાજ છે. મન્નત પહેલાં શાહરૂખ તેની નજીકમાં જ રહેતો હતો. તે હંમેશાથી આ બંગલો ખરીદવા માંગતો હતો. જણાવી દઇએ કે મન્નતમાં સની દેઓલની ફિલ્મ નરસિમ્હાનો ક્લાઇમેક્સ શૂટ થયો હતો. આ જ સ્થળે ડેવિડ ધવનની ગોવિંદા સ્ટારર ફિલ્મ ‘શોલા ઔર શબનમ’નું શુટિંગ કરવામાં આવ્યું હતું.

મન્નત વિશે શાહરૂખે કહ્યું કે, હું હમેશા સમજતો હતો કે તે જગ્યા મુજરાનો સેટ છે કે કોઇ વિલનનો અડ્ડો. શાહરૂખ ખાને પોતાની કરિયરની શરૂઆતમાં આ બંગલો 13.32 કરોડમાં ખરીદ્યો હતો. શાહરૂખ આ બંગલાનું નામ પહેલાં જન્નત રાખવા માગતો હતો પછી તેણે તેનું નામ મન્નત રાખ્યું.

શાહરૂખના આ બંગલાની સંરચના 20મી સદીના ગ્રેડ-3 હેરિટેજનો છે જે દરેક બાજુથી ખુલે છ. આ બંગલામાં પાંચ બેડરૂમ છે. મલ્ટીપલ લીવિંગ એરિયા, એક જિમ્નેશિયમ અને લાયબ્રેરી જેવી દરેક સુખ-સુવિધા છે.

આ બંગલો ક્યારેક ‘વિલા વિએના’ના નામે જાણીતો હતો અને તેના માલિક મૂળ ગુજરાતના પારસી કિકુ ગાંધી હતાં મુંબઇની આર્ટ દુનિયામાં એક મોટુ નામ ધરાવતાં કિકુ ગાંધી મુંબઇની પ્રતિષ્ઠિત ‘શિમોલ્ડ આર્ટ ગેલેરી’નો સ્થાપક છે. શાહરૂખના આ ઘરની કિંમત હાલ 200 કરોડ રૂપિયા છે.

મુંબઇ સ્થિત ફકીહ એન્ડ એસોસિએટ્સે ‘મન્નત’ને વધુ સુંદર બનાવ્યું છે. તેના મુખ્ય આર્કિટેક્સ કૈફ ફકીહે પોતાની ટીમ સાથે મળીને આ 6000 સ્ક્વેર ફૂટના બંગલા પર કામ શરૂ કર્યુ હતું.

બંગલાના ઇન્ટીરિયર સાથે સ્ટાઇલિંગનું કામ ગૌરીએ પોતે કર્યુ છે. તેણે જણાવ્યું કે તેના માટે તેને ચાર વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો. તે ટ્રાવેલ કરીને એક એક વસ્તુ પોતે ખરીદતી અને ઘરના દરેક ખૂણાને પોતાના હાથે સજાવતી.

તે પછીથી ગૌરીએ ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે કામ શરૂ કર્યુ. લિવિંગ સ્પેસ જેટલી સ્ટાઇલિંગ છે, પ્રાઇવેટ સ્પેસ એટલી જ સિંપલ રાખવામાં આવી છે. ગૌરીએ જણાવ્યું કે અહી પ્રેક્ટિકલ ફર્નિચર છે. તેની પાસે બુક્સ અને બોર્ડ ગેમ રમવાનો એરિયા પણ છે. અહીં જ ફેમીલીની તસવીરો પણ છે.

Related posts

વિરાટ કોહલી લઈ રહ્યો છે ક્રિકેટમાંથી નિવૃત્તિ? જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને કહ્યું કે…

Arohi

ભૂમિ પેડનેકરની રાહ પર કૃતિ સેનન, સરોગેટ મધર બનવા માટે વધાર્યુ આટલા કિલો વજન

Bansari

Hyundaiની આ આકર્ષક સેડાન કાર પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો તેનાં ફીચર્સ અને સ્પેશિફિકેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!