GSTV
Home » News » વિદેશ ભાગી રહેલાં આ નેતાને દિલ્હી એરપોર્ટ પર પોલીસે રોક્યા, કાશ્મીર પાછા મોકલ્યા

વિદેશ ભાગી રહેલાં આ નેતાને દિલ્હી એરપોર્ટ પર પોલીસે રોક્યા, કાશ્મીર પાછા મોકલ્યા

પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મૂ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટનાં અધ્યક્ષ શાહ ફૈઝલને બુધવારે પોલીસે દિલ્હી એરપોર્ટ પર કસ્ટડીમાં લીધા હતા. કહેવાઈ રહ્યુ છેકે, શાહ ફૈઝલ વિદેશ ભાગી રહ્યા હતા. કસ્ટડીમાં લીધા બાદ શાહ ફૈઝલને દિલ્હી એરપોર્ટથી કાશ્મીર પાછા મોકલી દેવામાં આવ્યા હતા. તેની સાથે જ શાહ ફૈઝલને ઘરમાં નજરબંધ પણ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારથી કેન્દ્ર સરકારે આર્ટિકલ 370માં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારથી શાહ ફૈઝલ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. શાહ ફૈઝલ કાશ્મીરને લઈને બુધવારે જ વિવાદિત નિવેદન આપ્યુ હતુ. શાહ ફૈઝલે કહ્યુ હતુકે, આપણી સામે બે રસ્તા છે. કાશ્મીર કઠપુતલી બને અથવા અલગાવવાદી. તેના સિવાય કોઈ વિકલ્પ નથી.

ફૈઝલે કહ્યુ હતુકે, રાજકીય અધિકારોને પાછા મેળવવા માટે કાશ્મીરે લાંબા, નિરંતર અને અહિંસક રાજકીય આંદોલનની જરૂર છે. તેણે બકરીઈદના અવસરે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુકે, કાશ્મીરમાં ઈદ નથી. આખી દુનિયામાં કાશ્મીરનાં લોકો પોતાની જમીનને ખોટી રીતે ભારતમાં સામેલ થવાને કારણે રોઈ રહ્યા છે.

આપણે અહીં ત્યાં સુધી ઈદ નહી થાય જ્યાં સુધી 1947માં મળેલો વિશેષ દરજ્જો આપણને પાછો ન મળે. જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે પણ ફૈઝલે કહ્યુ હતુકે, કાશ્મીરમાં ડર ફેલાયેલો છે. તેમણે કહ્યુ હતપકે, દરેકનું હ્દય તુટ્યુ છે. દરેકનાં ચહેરા પર હારનો ભાવ દેખાઈ રહ્યો છે. લોકો સ્તબ્ધ છે. અને ઈતિહાસે આપણા દરેકનાં જીવનમાં ભયાનક વળાંક લીધો છે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!