GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કાશ્મીરી નેતાઓને નજરકેદ કરવા મામલે પૂર્વ IAS અધિકારી ફૈસલ શાહે યાચિકા દાખલ કરી

થોડા દિવસો પહેલા દિલ્હી એરપોર્ટ પર અટકાયત કરાયેલા કાશ્મીર કેડરનાં પૂર્વ સનદી અધિકારી શાહ ફૈસલે પોતાને નજરકેદ કરાતા અકળાઇ ઉઠ્યા છે. શાહ ફૈસલે દિલ્હી હાઇકોર્ટમાં આ મામલે હેબિયસ કોર્પસ દાખલ કરી છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આગામી સુનાવણી 23 ઓગષ્ટે નક્કી કરી છે.

શાહ ફૈસલે 14 ઓગષ્ટે દિલ્હી હવાઇમથક પર થી પરત કાશ્મીર મોકલાયા હતાં. જ્યાં તેઓ શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યાં તો પીએસએ(જન સુરક્ષા અધિનીયમ) હેઠળ અટકાયત કરવામાં આવી હતી. શાહ ફૈસલ ઇસ્તંબુલ જવાના હતાં. જો કે તે પહેલા જ દિલ્હી એરપોર્ટ પર તેમની અટકાયત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 37 રદ્દ કરાયા બાદ શાહ ફૈસલે જણાંવ્યું કે કાશ્મીરમાં અપ્રત્યાશિત બંધ ચાલી રહ્યો છે. તેમજ અહિંની 80 લાખ વસ્તીને કેદ કરી લેવામાં આવી છે. આવું પહેલા ક્યારેય થયું નથી.

મહત્વનું છે કે કાશ્મીર કેડરનાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈસલે પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ એક નવા રાજકિય પક્ષની સ્થાપના કરી હતી. જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટનાં તેઓ અધ્યક્ષ છે.

READ ALSO

Related posts

PM મોદીના નેતૃત્વમાં વડાપ્રધાન નિવાસ સ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ, મહત્વનાં નિર્ણયો પર લાગી મહોર

pratik shah

ખેડૂતોથી લઈને ઉદ્યોગ જગત માટે મોદી સરકારે કેબિનેટમાં લીધા આ 6 મોટા નિર્ણયો

Harshad Patel

અનલોક-1: રાજ્યની RTO કચેરીઓ આવતીકાલથી થશે કાર્યરત, તમામ તકેદારીઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!