GSTV

16 વર્ષની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, સ્ટ્રાઈક રેટમાં તમામને પછાડ્યા

ભારતીય ટીમે મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યુ છે. ગુરુવારે મેલબર્નનાં જંક્શન ઓવલમાં હરમપ્રીત કૌરનાં નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 રનોથી હરાવ્યું છે. ભારતની જીતમાં 16 વર્ષની શેફાલી વર્માનું મહત્વનું યોગદાન રહ્યું છે. શેફાલીએ 34 બોલ પર 46 રનોની ઈનિંગ રમી હતી. જેમાં તેમનાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા શામેલ હતા. ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા સતત બીજી વખત પ્લેયર ઓફ ધ મેચ રહી હતી.

મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યુ

તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ ગત મેચમાં તોફાની 39 રન 17 બોલમાં બનાવ્યા હતા. શેફાલીએ આ મેચમાં ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. ભારતે પાવરપ્લેની ઓવરોમાં 49 રન બનાવ્યા હતા. આની સાથે જ શેફાલીએ અનોખો રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે. કારકિર્દીની સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો શેફાલીએ મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં કિર્તીમાન રચ્યો છે. મહિલા ટી-20 ઈન્ટરનેશનલમાં ઓછામાં ઓછા 200 રન બનાવી ગયેલા ક્રિકેટર્સની વાત કરીએ તો શેફાલી વર્માએ અત્યાર સુધી 147.97નાં સ્ટ્રાઈક રેટ સાથે 438 રન બનાવ્યા છે.

શેફાલી વર્માએ 147.97નાં સ્ટ્રાઈક રેટ સાથે 438 રન બનાવ્યા

તેમનો આ સ્ટ્રાઈક રેટ સૌથી ઉપર છે. શેફાલીએ 147.97નાં ટોપ સ્ટ્રાઈક રેટ પછી સાઉથ આફ્રિકાની ચોલે ટ્રિયોનનું સ્થાન છે, જેમણે 138.31નાં સ્ટ્રાઈક રેટથી 722 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રોલિયાની એલિસા હીલી છે. હીલીએ 129.66નાં સ્ટ્રાઈક રેટ સાથે 1,875 રન બનાવ્યા છે. શેફાલી વર્માનો તૂફાની સ્ટ્રાઈક રેટ યથાવત છે. ત્યારે ભારતીય ટીમ પહેલી વખત ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી શકે છે. આ પહેલા સુધી ટીન ઈન્ડિયા 2009,2010 અને 2018માં સેમિફાઈનલ સુધી પહોંચી હતી પરંતુ તેનાથી આગળ તેમની યાત્રા વધી શકી નહી.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!