GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

15 વર્ષની ઉંમરમાં જ શેફાલી વર્માએ કરી દીધી કમાલ, તોડી નાંખ્યો સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ

ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માએ વિન્ડિઝ સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ૪૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૩ રન ફટકારતાં લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરનો ૩૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

૧૫ વર્ષ અને ૨૮૫ દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનારી શેફાલી ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી યુવા વયે અડધી સદી નોંધાવનારી ખેલાડી બની ગઈ છે. તેંડુલકરે ૧૯૮૯માં પાકિસ્તાન સામેની ફૈસલાબાદ ટેસ્ટમાં સદી ફટકારી ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષ અને ૨૧૪ દિવસની હતી.

શેફાલીની ઝંઝાવાતી અડધી સદી તેમજ સ્મ્રિતિ મંધાનાના ૪૬ બોલમાં ૧૧ ચોગ્ગા સાથેના ૬૭ રનની મદદથી ભારતની મહિલા ટીમે વિન્ડિઝ સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦ ૮૪ રનથી જીત લીધી હતી.

ભારતીય ટીમે ચાર વિકેટે ૧૮૫ રન નોંધાવ્યા હતા. જવાબમાં વિન્ડિઝની મહિલા ટીમ ૯ વિકેટે ૧૦૧ રન કરી શકી હતી. ભારત તરફથી શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી.  વિન્ડિઝ તરફથી કેમ્પબેલેએ ૩૩ રન ફટકાર્યા હતા. પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ભારત ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે.

Read Also

Related posts

હોટલોએ 1 જૂનથી સરકાર પાસે કરી નવી ડિમાન્ડ, મંજૂરી મળી તો આટલા વાગ્યા સુધી ઘરેબેઠા મળશે ભોજન

Nilesh Jethva

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો, મહિલા કર્મચારીનું મોત થતાં કામદારોમાં ભારે રોષ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!