GSTV

શબાના આઝમીએ ટ્વિટ કરતા કહ્યું ‘સંજૂ’ જોઈને તેની માતા નીતુ કપૂર રડી પડશે, જાણો બીજુ શું કહ્યું

મુંબઈ: રણબીર કપૂર અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની જોડી પહેલીવાર ‘સંજૂ’માં સાથે જોવા મળી છે અને પોતાની પહેલી ફિલ્મમાં તેમણે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝના માત્ર ચાર જ દિવસમાં 145 કરોડ રૂ. સુધી પહોંચી ગઈ છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

ફિલ્મ રિલીઝ પછી શબાના આઝમીએ ટ્વિટ કરતા કહ્યું ‘સંજૂ’ જોઈને રણબીરના પિતા રિશી કપૂરને તેના પર ગર્વ થશે જ્યારે તેની માતા નીતુ કપૂર રડી પડશે. શબાનાએ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાનો રોલ કરનારી દિયા મિર્ઝાની એક્ટિંગના પણ ભારે વખાણ થઇ રહ્યા છે. ‘સંજૂ’નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે.

ફિલ્મમાં રણબીરની સાથેસાથે વિક્કી કૌશલ અને પરેશ રાવલની એક્ટિંગ પણ ચાહકોએ બહુ પસંદ આવી છે. વિક્કી કૌશલ ફિલ્મમાં રણબીરના બેસ્ટ ફ્રેન્ડ કમલેશનો અને પરેશ રાવલ તેના પિતાનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા લેખિકાના રોલમાં છે. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મની વાર્તા તેના ડ્રગ્ઝના એડિક્શનમાંથી બહાર નીકળીને અંડરવર્લ્ડ સાથેની મિત્રતાની આસપાસ આકાર લે છે.

Related posts

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

pratik shah

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

pratik shah

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!