GSTV
Home » News » શબાના આઝમીને પીએમ મોદીને અભિનંદન પાઠવવું પડ્યુ ભારે, લોકોએ ટ્રોલ કરીને હાલત બગાડી

શબાના આઝમીને પીએમ મોદીને અભિનંદન પાઠવવું પડ્યુ ભારે, લોકોએ ટ્રોલ કરીને હાલત બગાડી

વેટરન એક્ટ્રેસ શબાના આઝમીએ હાલમાં જ પીએમ મોદીની જીત ઉપર ટ્વીટર પર અભિનંદન પાઠવતા તેમને યુઝર્સ દ્વારા ખરાબ રીતે ટ્રોલ કરાયા હતા. એકવાર ફરીથી બીજેપીએ આખા દેશમાં પ્રચંડ બહુમતથી પોતાની સરકાર બનાવી છે. અને તેના માટે તેમને બૉલીવુડે શુભકામના પાઠવી છે.

પરંતુ શબાના આઝમી ટ્રોલ થયા બાદ તે ચર્ચામાં છે. ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલાં શબાનાએ દેશ છોડવાની વાત કરી હતી ત્યારે ધમાલ મચી હતી.

એક યુઝરે શબાના આઝમીની ટ્વીટ ઉપર કમેન્ટ કરીને પુછ્યુ હતુકે, તમે ફરી પાકિસ્તાન ક્યારે જઈ રહ્યા છો?

એક યુઝરે લખ્યુ હતુકે, સમજૌતા એક્સપ્રેસની ટિકિટ બુક કરાવી લીધી કે ચાલતા જ જઈ રહ્યો છો?

એક યુઝરે લખ્યુ, મેડમ તમે હિન્દુસ્તાન ક્યારે છોડી રહ્યા છો? કારણકે તમે જ કહ્યુ હતુકે, મોદી જી ફરીથી PM બનશે તો તમે દેશ છોડી દેશો.

કોઈએ કટાક્ષમાં લખ્યુ હતુકે, આ ટ્વીટ લખવા માટે તમને બહુ જ કષ્ટ થયુ હશે.

એક યુઝરે કહ્યુ, આ જ તો જનતંત્રની જીત છે અને તેની ખૂબસુરતી છે.

તો આ યુઝરે કહ્યુ કે, તમે અભિનંદન સાથે મિગ 21માં પાકિસ્તાન જશો ઉલ્લેખનીય છેકે, નરેન્દ્ર મોદીની સરકાર એકવાર ફરી ભારતમાં આવી ગઈ છે. આ બહુમત સાથે મોદીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. આવો જ કરિશ્મા ઈંદિરા ગાંધીના સમય બાદ ફરી એકવાર થયો છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!