GSTV
Home » News » શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

શનિવારે મુંબઇ-પુણે એક્સપ્રેસવે પર કહલપુર પાસે એક કાર દુર્ઘટનામાં ઘાયલ થયેલી દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને મુંબઇની કોકિલા બેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે શબાના આઝામીના ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. શબાના આઝમીના 38 વર્ષીય ડ્રાઇવર કમલેશ કામત વિરુદ્ધ જરૂરિયાત કરતા વધુ સ્પીડ અને રેશ ડ્રાઇવિંગના મામલે ખાલાપુર પોલીસે આઇપીસીની ધારા 279 અને 337 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની ધારા 184 અંતર્ગત પણ તેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

કાર બીજી લેનથી આગળ વધી રહી હતી, પરંતુ ડ્રાઇવરે પહેલી લેનના બદલે ત્રીજી લેનથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે કાર આગળ વધી રહેલી ટ્રકના પાછળના હિસ્સામાં અથડાઇ અને આ દુર્ઘટના ઘટી. આ દુર્ઘટનામાં શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થયાં છે. ડોક્ટર્સે જણાવ્યું કે શબાનાની હાલત સ્થિર છે અને તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે.

જણાવી દઇએ કે તેમના પતિ જાવેદ અખ્તર પણ તેમની સાથે હતા, પરંતુ તેઓ એક અલગ કારમાં હતા. માહિતી પ્રમાણે, શબાનાને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સાથે જ જાવેદ અખ્તર વિશે વાત કરીએ તો, તેમને અકસ્માતમાં કોઈ ઈજા થઈ નથી અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

પીએમ મોદીએ કરી ટ્વીટ

આ સમાચાર સાંભળીને ફિલ્મ અને રાજકીય જગતના લોકો શબાનાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શબાનાને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે, શબાના આઝમીજીના અકસ્માતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું તેમના જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરું છું. જો કે, શબાનાએ ઘણા મુદ્દાઓને લઈને ભાજપ અને કેન્દ્ર સરકાર પર વિરોધ કર્યો હતો. તેણીએ સોશીયમ મીડિયા પર પણ ઘણી પોસ્ટ કરી હતી.

તાજેતરમાં જ જાવેદ અખ્તરે કર્યો બર્થ ડે સેલિબ્રેટ

તાજેતરમાં જ શબાનાના પતિ જાવેદ અખ્તરે 17 જાન્યુઆરીએ પોતાનો 75મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તેમણે પોતાના બર્થ ડે ને ખાસ રીતે એન્જોય કર્યો હતો. તેમણે બે પાર્ટી હોસ્ટ કરી હતી. એક પાર્ટી 16 જાન્યુઆરીની રાતે અને બીજી 17 જાન્યુઆરીની રાતે આયોજિત કરવામાં આવી હતી. પહેલી પાર્ટીમાં તેમણે જૂના જમાનાને યાદ કરતાં રેટ્રો થીમ પાર્ટી થ્રો કરી.. બીજી પાર્ટી તેમણે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ તાજ લેંડ્સ એંડમાં આપી હતી. આ પાર્ટીમાં બોલીવુડની મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

આ દરમિયાન ફિલ્મ જગતના મોટા સિતારાઓ સામેલ થયાં હતા. તેમાં રેખા, ઋચા ચડ્ડા, અલી ફઝલ, રોનિત રૉય, સતીષ કોશિક સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. પાર્ટીની થીમ રેટ્રો રાખવામાં આવી હતી. આ દરમિયાન તમામ સેલેબ્સ રેટ્રો લુકમાં નજરે આવ્યા હતા. ફરહાન અખ્તર પણ પિતાના બર્થ ડે સેલિબ્રેશનમાં સામેલ થયો હતો. ફરહાન અમિતાભ બચ્ચનના લુકમાં નજરે આવ્યો. શબાના સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તેઓ પોતાના ફોટોઝ સહિત દૈનિક જીવન સાથે સંબંધિત વાતો શેર કરતા રહે છે. શબાનાનો અચાનક અકસ્માત તેમના ફેન્સ માટે દુખદ સમાચાર છે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!