GSTV

મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટનના લુકમાં જોવા મળી તાપસી પન્નુ, નવી ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ

તાપસી પન્નુ અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ચુક્યું છે. તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજની ભિમુકામાં ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટર શેર કરતા તાપસીએ લખ્યું- ‘મને હંમેશાથી પુછવામાં આવે છે કે તમારા ફેવરેટ મેલ ક્રિકેટર કોણ છે. પરંતુ તમારે એવું પુછવું જોઈએ કે તમારી ફિમેલ ફેવરેટ ક્રિકેટર કોણ છે. આ એવું નિવેદન છે જેણે દરેક ક્રિકેટર પ્રેમીને વિચારવા પર મજબુર કરી દીધો હતો કે શું તે રમતને પ્રેમ કરે છે કે તેને રમનાર જેન્ડરને. મિતાલી રાજ, તમે અલ્ટિમેટ ગેમ ચેન્જર છો.’

પોસ્ટરમાં કેવો છે તાપસીનો લુક?

પોસ્ટરમાં તાપસી ઈન્ડિયન ક્રિકેટ ટીમના યુનિફોર્મમાં જોવા મળી રહી છે. હાથમાં બેટ અને માથા પર હેટ લાગાવી તાપસી ખૂબ ફોક્સડ જોવા મળી. તેનો લુક ખૂબ ઈમ્પ્રેસિવ છે. વાત કરીએ મિતાલી રાજની તો તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે. તેણે ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા. તેની સાથે મિતાલી કેપ્ટનની રીતે પણ ખૂબ સફળ રહી છે. ફિલ્મ Shabaash Mithu 5 ફેબ્રુઆરી 2021એ રિલીઝ થશે. રાહુલ આ ફિલ્મના ડાયરેક્ટર છે.

Read Also

Related posts

ગંદી બાત 2 ફેઇમ અન્વેષી જૈનનો જુઓ કિલર લૂક, ફોટો જોઈ નજર નહી હટાવી શકે ફેન્સ

Ankita Trada

જેલમાં બેઠાબેઠા પણ લાલુ યાદવ તેજસ્વીને સીએમ બનાવવા થયા સક્રિય, આ નેતાઓને કર્યા ફોન

Karan

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ નિધન બાદ પરિવાર માટે શું મૂકીને ગયા, આટલી છે સંપત્તિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!