GSTV

KISS DAY / કિસ કરવાથી ફેલાય છે આ બીમારીઓઃ આવા લક્ષણો હોય તો કિસ કરવાનું ટાળો, રાખજો આ સાવધાની

કિસ

Last Updated on July 6, 2021 by Harshad Patel

દુનિયાભરમાં 6 જુલાઈના ઈન્ટરનેશનલ કિસિંગ ડે મનાવવામાં આવે છે. આ દિવસે કપલ કિસ દ્વારા એક બીજાને પોતાનો પ્યાર વ્યક્ત કરે છે. કિસ હંમેશાથી પ્યારનું પ્રતિક રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે કિસ દ્વારા પણ સેક્સુઅલી ટ્રાંસમિટેડ ઈન્ફેક્શન થઈ શકે છે. કિસ કરતાં ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું. કીસ કરતાં કેવી સાવધાની રાખવી તેના વિશે જાણીએ.

હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના કારણે થનારી એક સંક્રામક બીમારી

હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના કારણે થનારી એક સંક્રામક બીમારી છે. જે એકબીજાના સંપર્કમાં આવવાથી ચામડીમાં ખૂબજ ઝડપથી ફેલાય છે. હર્પીસનું સંક્રમણ બે રીતે ફેલાય છે. હર્પીસનો એક પ્રકાર છે HSV-1 જેને ઓરલ હર્પિસ કહે છે. જે કીસ દ્વારા ફેલાય છે. મુંહ તેમજ જનનાંગો પર નાના સફેદ અથવા તો લાલ છાલા પડે છે. ક્યારે ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે. કિસ કરવાથી આ વાયરસ એકબીજામાં ફેલાય છે. કોઈ લક્ષણો ન હોવા છતાં પણ તે ફેલાય છે.

હર્પીસનું મુખ્ય રૂપ સેક્સ સંપર્કથી ફેલાય

હર્પીસનો બીજો પ્રકાર છે HSV2 જેને જેનિટલ હર્પીસ પણ કહે છે. આમ તો આ પ્રકારના હર્પીસનું મુખ્ય રૂપ સેક્સ સંપર્કથી ફેલાય છે. પરંતુ કિસ દ્વારા પણ ફેલાવાની તેની સંભાવના છે. આ બંને રોગ સંપૂર્ણ પણે ઠીક નથી થઈ શકતા. જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તેના હળવા લક્ષણોથી ખબર પડી જાય છે. આને અટકાવવા એન્ટીવાયરલ દવાઓ આપે છે.

લાળના સંપર્કમાં આવવાથી થાય

સાઈટોમેગાલો વાયરસ એક સંક્રમણ છે જે લાળના સંપર્કમાં આવવાથી થાય છે. એમાં વાયરસ હોય છે. આ સિવાય લોહી, સીમેન અથવા બ્રેસ્ટથી પણ ફેલાય છે. તેને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઈનફેક્શન એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ મોટેભાગે ઓરલ અને જનનાંગના સંપર્ક માધ્યમથી ફેલાય છે. આ સંક્રમણમાં ગળામાં ખરાશ, તાવ, શરીરમાં દુખનો અહેસાસ મુખ્ય લક્ષણ છે. જો તમારી ઈમ્યુન સિસ્ટમ કમજોર છે તો સાઈટોમેગાલોવાયરસની સારવાર સંપૂર્ણ સંભવ નથી. આની સારવાર પણ હર્પિસની દવાઓ દ્વારા થાય છે.

સિફલિસ ઓરલ અથવા જેનિટલ સેક્સ દ્વારા ફેલાય

સિફલિસ એક પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. જે સામાન્ય રીતે કિસથી નથી ફેલાતું. જે સામાન્ય રીતે ઓરલ અથવા જેનિટલ સેક્સ દ્વારા ફેલાય છે. સિફલિસથી મોઢામાં ઘાવ થાય છે. કિસ કરવાથી આ બેક્ટેરિયા એકબીજાના મોઢામાં જાય છે. ડીપ અથવા ફ્રેન્સ કિસથી આ ઈન્ફેક્શન ફેલાવાનો ભય વધારે છે. સમયસર સિફલિસની સારવાર ન થાય તો તે ગંભીર બની શકે છે. આ રોગમાં તાવ, માથામાં દુખાવો, ગળામાં ખરાશ, વાળ ખરવા, શરીરમાં દુખાવો, થાક, માનસિક બીમારી, બ્રેન ડેમેજ અને યાદશક્તિ કમજોર પડવી તેના મુખ્ય લક્ષણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ/ જો તમને આ બીમારી હોય તો ભૂલથી પણ ના કરતા જીરાના પાણીનું સેવન, ખરાબ થઇ જશે હાલત

Bansari

મોટી રાહત/ સરકારની આ યોજનાનો લાભ હવે માર્ચ મહિના સુધી મળશે, જોઈ લો શું છે સમગ્ર પ્રોસેસ

Pravin Makwana

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!