બસમાં પાછળ બેઠેલો મુસાફર યુવતીને એવી જગ્યાએ અડ્યો કે બુમાબુમ થઈ ગઈ, જેલભેગો થયો

એસટી બસમાં અમદાવાદથી વડોદરા આવી રહેલી આર્કિટેક્ટ યુવતીની પાછળની સીટ પર બેઠેલા અમદાવાદના યુવકે યુવતીની શારીરિક છેડછાડ કરતા યુવતીએ ચાલુ બસમાં હોબાળો મચાવ્યો હતો. યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં મદદ માગતા ઘટનાસ્થળે દોડી ગયેલી હેલ્પલાઈનની ટીમે છેડતી કરનાર યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.

સીટની પાછળથી હાથ નાખી યુવતીની શારીરિક છેડછાડ કરી હતી

શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય અપરિણીત યુવતી અમદાવાદની ખાનગી કંપનીમાં આર્કિટેક્ટ તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે રાત્રે  તે અમદાવાદ નહેરુનગર બસસ્ટોપથી ગુજરાત એસટી નિગમની વોલ્વો બસમાં બેસીને વડોદરા આવવા માટે નીકળી હતી.  મુસાફરી દરમિયાન સવા દસ વાગ્યાના સુમારે યુવતીની પાછળની સીટ પર બેઠેલો ૩૮ વર્ષીય હબીબુલ મુસ્તફા મલીક (બહીયદ ગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર) નામના યુવકે સીટની પાછળથી હાથ નાખી યુવતીની શારીરિક છેડછાડ કરી હતી.

ગભરાયેલી યુવતીએ તુરંત ઉભા થઈને બુમરાણ મચાવી

આ બનાવના પગલે ગભરાયેલી યુવતીએ તુરંત ઉભા થઈને બુમરાણ મચાવી હતી અને હબીબુલને ઠપકો આપતા તેણે મારી ભુલ થઈ ગયે છે તેવા બહાના કાઢવા લાગ્યો હતો. જોકે યુવકને પાઠ ભણાવવા માટે યુવતીએ સમા ટી પોઈન્ટ પાસે ઉતરી જઈ મોબાઈલથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં બનાવની જાણ કરી મદદ માગી હતી. ઘટનાસ્થળે તુરંત આવી પહોંચેલી હેલ્પલાઈનની ટીમ યુવતી અને હબીબુલને સમા પોલીસ મથકમાં લઈ ગઈ હતી. યુવતીની ફરિયાદના પગલે પોલીસે હબીબુલ મલેક સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં હબીબુલ વોટર ઈલેકટ્રીક મોટરનું કામ કરતો હોવાની વિગતો મળી હતી. આજે કોર્ટમાં રજુ કરાયેલા હબીબુલને જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલભેગો કરાયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter