મહિલા ભાડું માગવા ગઈ તો દિયર અને ભત્રિજાએ દુકાનમાં પેન્ટ ઉતારી દીધુ

વડોદરા શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી રેશનીંગની દુકાનના ભાડાની તકરારમાં ગત બપોરે દુકાન ચલાવતા પોતાના દિયર અને ભત્રીજાએ ગત બપોરે દુકાનનું ભાડુ માગવા આવેલી ભાભીની છેડતી કરી હતી. 

બપોરે મહિલા ઉક્ત દુકાનમાં ભાડુ લેવા માટે ગઈ હતી

શહેર નજીક રહેલી ૪૮ વર્ષીય મહિલા વ્યવસાયે ગૃહિણી છે.  મહિલાના પતિનું મોત થયું હોઈ તેઓની વડીલો પાર્જીત દુકાનમાં હાલમાં મહિલાનો દિયર અને દિયરનો પુત્ર રેશનીંગના અનાજની દુકાન ચલાવે છે. ગઈ કાલે બપોરે મહિલા ઉક્ત દુકાનમાં ભાડુ લેવા માટે ગઈ હતી. દરમિયાન દુકાનમાં હાજર તેના દિયર અને ભત્રીજા તેઓના પેન્ટ ઉતારી તેમની સામે બિભત્સ વર્તન કર્યું હતું અને તેમની છેડતી કરી હતી.

આ બનાવની મહિલાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાના દિયર અને ભત્રીજાની આજે ધરપકડ કરી હતી. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter