GSTV
Home » News » પહેલા વકીલાત, પછી CJIનાં પદ પર! જાણો યૌન શોષણનો આરોપ લાગેલા જસ્ટીસની પુર્ણ સફર

પહેલા વકીલાત, પછી CJIનાં પદ પર! જાણો યૌન શોષણનો આરોપ લાગેલા જસ્ટીસની પુર્ણ સફર

સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. એક મહિલાએ તેમની પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જો કે સીજેઆઇ એ તેમની પર લાગેલા યૌન શોષણનાં આરોપો નકાર્યા છે. તેમણે કહ્યું છે કે, મને નથી લાગતું કે આ આરોપોનો જવાબ આપવા માટે આટલું નિમ્ન કક્ષાનું બનવું જોઇએ. સીજેઆઇ રંજન ગોગોઇએ જણાંવ્યું છે કે ન્યાયપાલિકા ખતરામાં છે. આગલા સપ્તાહે અનેક મહત્વપૂર્ણ કેસોની સુનાવણી હાથ ધરાશે. તેથી જાણીજોઇને આવા આરોપો લગવવામાં આવ્યા છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું છે કે શું ચીફ જસ્ટીસનાં 20 વર્ષનાં કાર્યકાળનું આ ઇનામ છે. 20 વર્ષની સેવા પછી મારા બેન્ક ખાતામાં માત્ર 6,80,000 રૂપિયા છે.કોઇ પણ વ્યક્તિ મારૂ ખાતું ચેક કરી શકે છે.

રંજન ગોગોઇ એ અનેક મહત્વપુર્ણ ચુકાદા આપ્યા

દેશની સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ અનેક મહત્વપુર્ણ ચુકાદા આપ્યા છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારોની સંપત્તિ,શૈક્ષણિક લાયકાત તેમજ તેમની પર ચાલતા કોર્ટ કેસનું વિવરણ આપવા સંબંધી ચુકાદો આપનારી ખંડપીઠમાં રંજન ગોગોઇ પણ સામેલ હતાં. મે-2016માં જસ્ટીસ રંજન ગોગોઇ અને જસ્ટીસ પીસી પંતની ખંડપીઠે મુંબઇ હાઇકોર્ટનાં 2012નાં તે ચુકાદાને નિરસ્ત કર્યો હતો.જેમાં કોન બનેગા કરોડપતિ શોમાંથી અમિતાભ બચ્ચનની કમાણીનાં એસેસમેન્ટ  પર રોક લગાવવામાં આવી હતી.હકિકતે આવકવેરા વિભાગે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી  હતી. આ અરજીમાં આરોપ લગાવાવમાં આવ્યો હતો કે વર્ષ 2002-03 દરમિયાન અમિતાભ બચ્ચને કરેલી કમાણીમાંથી 1.66 કરોડ રૂપિયા ટેક્સ ઓછો ભર્યો હતો. આ સિવાય તેમણે અયોધ્યા જમીન વિવાદ મામલે મધ્યસ્થતા સહિત અનેક મોટા નિર્ણયો સંભળાવ્યા છે.

વકીલાત કરતા કરતા જજ બન્યા

18 નવેમ્બર 1954નાં રોજ જન્મેલા રંજન ગોગોઇએ 1978માં વકીલ તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો.ત્યારબાદ ગુવાહાટી હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. ત્યારપછી 28 ફેબ્રુઆરી 2001માં તેઓ કાયમી ન્યાયધીશ બન્યા. 9 સપ્ટેમ્બર 2010માં પંજાબ એન્જ હરિયાણા હાઇકોર્ટમાં તેમની બદલી થઇ. 12 ફેબ્રુઆરી 2011માં જસ્ટીસ રંજન ગોગોઇ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ બન્યા.ત્યાર પછી 23 એપ્રિલ 2012માં તેમને  સુપ્રિમ કોર્ટનાં ન્યાયધીશ તરીકે નિમણુંક આપવામાં આવી.

કાત્જુએ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા

એક ફેબ્રુઆરી 2011માં કેરલમાં ચાલુ ટ્રેને 23 વર્ષીય યુવતી સાથે બળાત્કારની ઘટના બની હતી. આ મામલો જે તે વખતે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.  આરોપીએ ટ્રેનનાં ડબ્બામાં બળાત્કાર કરીને યુવતિને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી.જેમાં તે યુવતિનું મૃત્યુ થયું હતું. બળાત્કારનાં આ બહુચર્ચિત કેસમાં નિચલી અદાલતે આરોપીને મોતની સજા સંભળાવ હતી. જેનાં પર હાઇકોર્ટે રોક લગાવી દીધી હતી. જ્યારે આ કેસ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો તો જસ્ટીસ રંજન ગોગોઇની ખંડપીઠે આરોપીને ફાંસીનાં માંચડા સુધી જતા અટકાવ્યો હતો તેમજ તેની સજાને આજીવન કેદમાં તબ્દીલ કરી દીધી હતી. આ આદેશ તેમણે 15 ઓક્ટોબર 2016નાં રોજ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટનાં આ નિર્ણયને સામાજિક કાર્યકરોએ ભારે આલોચના કરી હતી. સ્વયં પૂર્વ ન્યાયધીશ જસ્ટીસ માર્કેણ્ડય કાત્જુએ સુપ્રિમ કોર્ટનાં આ નિર્ણયને ખોટો ઠેરવીને બ્લોગ લખીને સવાલો ઉભા કર્યા હતાં. ત્યારે આ કેસમાં જસ્ટીસ રંજન ગોગોઇએ આ કેસમાં ચર્ચા કરવા અને નિર્ણય કરવા માટે પાયારૂપ ખામીઓ બતાવવા માટે વ્યક્તિગત સ્વરૂપે  જસ્ટીસ કાત્જુને બોલાવ્યા હતાં.

READ ALSO

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!