GSTV

સામૂહિક હત્યાનો વધુ એક કિસ્સો, એક જ પરિવારના 7 સભ્યોની લાશ ઘરમાંથી મળી

Last Updated on July 30, 2018 by

ઝારખંડની રાજધાની રાંચીમાં એક જ પરિવારના સાત લોકોના શબ ઘરની અંદરથી મળી આવ્યાં છે. શરૂઆતી તપાસમાં પોલીસ આ ઘટનાને આત્મહત્યાનો મામલો બતાવી રહી છે.

મરનાર સાત લોકોમાં પાંચ વયસ્ક અને બે બાળકો બતાવાઈ રહ્યાં છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સાતેય શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ મામલામાં પોલીસની આસપાસ લોકોની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે આ લોકોએ આત્મહત્યા આખરે કરી કેમ?

આ ઘટના શહેરના કાંકે વિસ્તારની છે. અહીં સોમવારે સવારે પોલીસને એક ઘરમાં સાત લોકોના મૃત હોવાની સૂચના મળી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળ પર જઈને અમે તપાસ શરૂ કરી દીધી છે. જો કે હાલમાં આ મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. જે શબ ઘરમાં મળ્યાં છે તેમાં 2 લોકોને ફાંસી લાગેલી હતી.

બતાવવામાં આવી રહ્યું છે કે દિપક ઝા મૂળરૂપથી બિહાર ભાગલપુરના રહેવાસી હતાં. તે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા અને પરિવારની સાથે ભાડાના મકાનમાં રહેતાં હતાં. સોમવારની સવારે દીપક અને તેમની પત્ની, તેમના માતા-પિતા અને બાળકોના શબ પડ્યાં હતાં.

15 જુલાઈએ પણ થઈ હતી સામૂહિક આત્મહત્યા

આ પહેલાં પ્રદેશના હઝારીબાગ જિલ્લામાં પણ એક જ પરિવારના 6 લોકોએ કથિર રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને અહીં સ્યૂસાઈડ નોટ મળી હતી.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!