GSTV

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Last Updated on June 19, 2019 by Mansi Patel

વાયુ વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે ઉત્તર ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં મંગળવારે વરસાદ વરસ્યો હતો. જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલા ભારે વરસાદને કારણે રેલવે અંડર બ્રીજમાં પાણી ભરાયું છે.

માત્ર દોઢ ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાતા રસ્તોબંધ થઇ ગયો છે. જેથી ગ્રામજનો સહિત વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. હિંમતનગર ઉદેપુર રેલવે લાઈને લઇને ઠેરઠેર અંડર બ્રીજ બનાવવામાં આવ્યા છે.

જેમાં પ્રાંતિજના સોનાસણ,સલાલ સહિતમાં માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ કેડસમા પાણી ભરાઇ જતા રીક્ષા,બાઇક, કાર સહિતના વાહન ચાલકોને અવર-જવરમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.

રેલવે વિભાગ દ્વારા તાકીદે પાણી ભરાવવાની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો અને વાહન ચાલકોએ કરી છે.

READ ALSO

Related posts

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!