અમેરિકામાં ભયંકર ઠંડી અને પૂરનું તાંડવ, હવામાન વિભાગે કહ્યું હજુ પડશે વરસાદ

અમેરિકાના મધ્ય-પશ્ચિમી ક્ષેત્રોમાં ગાત્રો થીજવી દે તેવી અતિભયંકર ઠંડીનો પ્રકોપ છે.. જેને કારણે જનજીવન પૂરી રીતે પ્રભાવિત થયું છે. અનેક શહેરોમાં નદીઓ થીજી ગઈ છે. શિકાગોમાં સવારનું તાપમાન માઈનસ 30થી નીચે નોંધવામાં આવ્યુ છે. બર્ફિલા પવનને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.

View this post on Instagram

FROZEN BUBBLES ❄️ 🛁 #polarvortex #polarvortex2019

A post shared by Beth (@bethwekerle) on

રાષ્ટ્રીય હવામાન વિભાગનું કહેવું છે કે આવા મોસમમાં વધારે સમય સુધી ઘરની બહાર રહેવું ઘાતકરૂપ છે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન અમેરિકામાં ભયંકર ઠંડી પડે છે. પરંતુ આ વર્ષની ઠંડીને ઐતિહાસિક હોવાનું સામે આવ્યુ છે. અમેરિકામાં ઠંડી એટલી હદે છે કે ઉકળતું પાણી હવામાં ફેંકતની સાથે જ થીજી જાય છે.

કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પડી છે. કાતિલ ઠંડી વચ્ચે એક મહિલાએ પોતાના ધોયેલા વાળનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાના વાળ ગાત્રો થિજવતી ઠંડીમાં ફ્રિઝ થઈ ગયા. આ વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા ટેલર સ્કૈલન છે. જે પોતાના વાળ ધોઈને ઘરની બહાર નિકળે છે અને તેના વાળા ઠંડીના કારણે થિજી જાય છે. ટેલરના આ વીડિયોને એક અંદાજ પ્રમાણે સોશિયલ મીડિયામાં 2.7 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

હિમવર્ષા બાદ અમેરિકાના કેલિફોર્નિયામાં પૂરે તાંડવ મચાવ્યુ છે. પૂરના કારણે દક્ષિણ કેલિફોર્નિયામાં સૌથી વધારે નુકસાન થયુ. કેમ કે, અહી અનેક લોકોના મકાનમાં પાણી ભરાયા તો પાણીના પ્રચંડ પ્રવાહના કારણે અનેક ઘર અને વાહનો પૂરના પાણીમાં તણાયા. પૂરમાં અનેક લોકો બેઘર થાય. પૂરમાં ફસાયેલા લોકોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પૂરથી ઝાડ રસ્તા પર ધરાશાયી થયા જેથી અનેક રસ્તાઓ બ્લોક થયા હતા. હવામાન વિભાગે પૂર બાદ કેલિફોર્નિયામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, બે દિવસમાં પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વપૂર્ણ છે કે, કેલિફોર્નિયામાં હિમવર્ષાના કારણે જનજીનવ પ્રભાવિત થયુ હતું. જે બાદ અહી આવેલ પૂરે તારાજી સર્જી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter