GSTV
Home » News » ઈજીપ્તની રાજધાનીમાં હોસ્પિટલની બહાર કારોની ટક્કરથી થયો બ્લાસ્ટ, 19ના લોકોનાં થયા મોત

ઈજીપ્તની રાજધાનીમાં હોસ્પિટલની બહાર કારોની ટક્કરથી થયો બ્લાસ્ટ, 19ના લોકોનાં થયા મોત

ઈજીપ્તની રાજધાની કાહિરામાં કારોની વચ્ચે થયેલાં જબરદસ્ત ટક્કર બાદ વિસ્ફોટ થયો હતો. રિપોર્ટ મુજબ, કાહિરામાં નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યુટની સામે કાર અન્ય વાહનો સાથે અથડાવાને કારણે થયેલાં વિસ્ફોટમાં 19 લોકોનાં મોત થયા છે.  ઈજીપ્તનાં એક મંત્રીએ જણાવ્યુકે, આ ઘટનામાં 32 લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈજીપ્તનાં સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છેકે, 4 કારોની ટક્કર થઈ જેમાં ઘણા લોકોનાં મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રી હાલા ઝાયદે રવિવારે રાત્રે એક સંવાદદાતા સંમેવનમાં કહ્યુ હતુકે, ઘાયલોમાં 5ની હાલત ગંભીર છે. ઓછામાં ઓછાં 54 લોકોને કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાંથી ક્ષેત્રનાં અન્ય ચિકિત્સા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વિસ્ફોટ થવાના કારણનો ઉલ્લેખ કર્યો ન હતો. જોકે, તેમણે કહ્યુ હતુકે, આ હોસ્પિટલની બહાર થયો હતો અંદર થયો ન હતો. આ અકસ્માતમાં હોસ્પિટલનો હિસ્સો પણ પ્રભાવિત થયો હતો.

હોસ્પિટલનાં કર્માચારીઓ અને દર્દીઓ સુરક્ષિત

આ ઘટના બાદ ઘણા વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. ઈજીપ્તનાં સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યુ હતુકે, શબોની શોધખોળ ચાલી રહી છે જે કદાચ નીલ નદીમાં પડી ગયા હશે. જે હોસ્પિટલની બાજુમાં જ છે. આ ઘટનામાં હોસ્પિટલની બિલ્ડીંગનો એક હિસ્સો પ્રભાવિત થયો છે. પરંતુ કર્મચારીઓ અને દર્દીઓ સુરક્ષિત છે.

READ ALSO

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!