GSTV

આશાની કિરણ: આ દેશમાં માત્ર 90 મિનિટમાં જ કોરોનાનું નિદાન કરનારા બે ટેસ્ટ શોધાયા

કોરોના

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે હુની ઇમરજન્સી બેઠક ત્રણ મહિના પહેલા યોજાઇ તે પછી કોરોનાના ચેપના કેસોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે જ્યારે મૃતકોની સંખ્યામાં પણ ત્રણ ગણો વધારો થયો છે.હાલ દુનિયામાં કોરોનાના કુલ 1 કરોડ 80 લાખ કેસો નોંધાયેલા છે જ્યારે મરણાંક 6,87,000 થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર ટેડરોસ ઘેબ્રિયસે જણાવ્યું હતું કે કોરોનાની ઘણી રસીઓ હાલ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં પહોંચી ગઇ છે. અમને આશા છે કે કોરોનાના ચેપને પ્રસરતો અટકાવવા માટે અસરકારક રસી વિકસાવી લેવામાં આવશે.

90 મિનિટમાં નિદાન કરી આપતા બે ટેસ્ટનો ઉપયોગ શરૂ કરાશે

યુકેમાં માત્ર નેવું મિનિટમાં કોરોનાનું નિદાન કરી આપતાં બે ટેસ્ટનો ઉપયોગ હોસ્પિટલોમાં તથા અન્યત્ર શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટ ફલુ અને કોરોનાના ચેપને અલગ પારખી શકે છે. ઓક્સફર્ડ નેનોપોર તરીકે ઓળખાતો 90 મિનિટમાં કોરોના પારખી શકતો ટેસ્ટ આવતા સપ્તાહે ઉપલબ્ધ થશે.

દરમ્યાન ચીન ગયેલી હૂની ટીમની કામગીરી વિશે ઘેબ્રિયસે જણાવ્યું હતું કે હૂની એડવાન્સ ટીમે ચીનમાં તેની કામગીરી પુરી કરી લીધી છે. તેમણે વાઇરસના મૂળ વિશે સંશોધન કરવા માટે વધારે સહિયારા પ્રયાસ કરવા માટેની ભૂમિકા તૈયાર કરી દીધી છે. હવે વુહાનમાં શરૂઆતના કેસોમાં સંભવિત સોર્સને ઓળખી કાઢવા માટે એપિડેમિયોલોજીકલ સ્ટડી શરૂ કરવામાં આવશે. બીજી તરફ સિંગાપોરમાં સોમવારે નવા 226 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 53,000 કરતાં વધી ગઇ છે.

સિંગાપોરમાં કોરોનાનો વ્યાપ વધ્યો

સિંગાપોરમાં એક કેદીને ચાંગી પ્રિઝન કોમ્પલેક્સમાં 30 જુલાઇ દાખલ કર્યા બાદ તેને કોરોનાનો ચેપ લાગેલો હોવાનું જણાયું હતું. નવ વિદેશથી પરત ફરેલાં લોકોને કોરોનાનો ચેપ લાગેલો હોવાનું જણાતાં તેમને ઘરે જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. સિંગાપોરની હોસ્પિટલોમાં હાલ 109 કેસોની સારવાર ચાલી રહી છે.

દરમ્યાન ભારતથી આવેલા લોકોના સંપર્કમાં આવેલી એક 33 વર્ષની મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બે વર્કપાસ હોલ્ડર કામદારો ભારતથી 19 અને 21 જુલાઇએ આવ્યા હતા. ઇન્ડોનેશિયાથી આવ્યા હતા. આ તમામને સિંગાપોર પહોંચતાં જ 14 દિવસ ઘરમાં જ રહેવાની તાકીદ કરવામાં આવી હતી. 11 ઓગસ્ટથી સિંગાપોરમાં પ્રવેશનારને 14 દિવસ ઘરમાં રહેવાના સમયગાળામાં ઇલેકટ્રોનિક મોનિટરિંગ ઉપકરણ પહેરવું પડશે.

Read Also

Related posts

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

કૃષિ બિલ: ખેડૂતો ચિંતિત-વિપક્ષનો વિરોધ, સરકારે આપ્યો આવો જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!