GSTV
Home » News » બિહારના ચંપારણમાં સતત ત્રણ દિવસથી અણનમ વરસાદ, 11 લોકોના મોત

બિહારના ચંપારણમાં સતત ત્રણ દિવસથી અણનમ વરસાદ, 11 લોકોના મોત

બિહારમાં ભારે વરસાદના કારણે ૧૧ જેટલા લોકોના મોત થયા છે. બિહારના ચંપારણમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેથી એક મહિલા સહિત ત્રણના મોત થયા  છે.

જ્યારે કેટલીક નીદીઓમાં પૂર આવ્યા છે. મોતિહારમાં એક દિવસમાં ૧૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેથી ૨૦ વર્ષનો રેકોર્ડ પણ તુટ્યો છે.

હવામાન વિભાગે ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પૂર્વ ચંપારણ અને મોતિહારમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. બન્ને જિલ્લાની તમામ શાળાને બે દિવસ સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.  વરસાદના કારણે વાહન વ્યવ્હાર સહિત રેલવે વ્યવ્હારને પણ અસર થઈ છે. સમસ્તીપુર, સીતામઢીમાં અનેક ટ્રેનને રોકી દેવામાં આવી છે.

Read Also

Related posts

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur

‘અમે આ જ ઇચ્છતાં હતા’ ટી-20માં કારમા પરાજય બાદ આ શું બોલી ગયો કોહલી!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!