ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની સમસ્યાનો અંત આવતો નથી. અગાઉ છ ખેલાડી કોરોનાગ્રસ્ત બન્યા હતા અને હવે શનિવારે ટીમના સાતમા સદસ્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાની ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડમાં કોરોન્ટાઇન છે. પાકિસ્તાને આ વખતે 53 વ્યક્તિનું મોટું દળ ન્યૂઝીલેન્ડ મોકલ્યું છે. મંગળવારે ટીમ ત્યાં પહોંચી તે સાથે જ છ ખેલાડીને કોરોના આવ્યો હતો. ટીમ ત્યં પહોંચ્યા બાદ 14 દિવસના ફરજિયાત આઇસોલેશનમાં છે.
સાતમા સદસ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો
શનિવારે ટીમના ખેલાડીઓના ફરીથી ટેસ્ટ કરાવાયા હતા જેમાં વધુ એક સદસ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ન્યૂઝીલેન્ડની સરકારના નિયમ મુજબ આઇસોલેશનમાં હોય તેવા ખેલાડીના ત્રીજા અને 12મા દિવસે કોરોના ટેસ્ટ થતા હોય છે. ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે જારી કરેલી યાદીમાં સાતમા સદસ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાયના તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો
પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી ત્યાર બાદ તેના કેટલાક ખેલાડીએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને તેમને ચેતવણી આપવામાં આવી હતી. ક્રાઇસ્ટચર્ચ ખાતે ટીમની હોટેલમાં ક્લોઝ સરકિટ ટીવીમાં કેટલાક ખેલાડી હોટેલના કોરીડોરમાં પ્રોટોકોલનો ભંગ કરતાં તથા સાથે ભોજન કરતાં ઝડપી ગયા હતા.
હોટેલના રૂમમાં જ રહેવાનું હતું
આઇસોલેશન દરમિયાન ખેલાડી અને ટીમ મેનેજમેન્ટે પહેલા ત્રણ દિવસ સુધી હોટેલના રૂમમાં જ રહેવાનું હતું. ન્યૂઝીલેન્ડના આરોગ્ય વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, આ ખૂબ જ ચિંતાજનક બાબત છે કે પ્રવાસી ટીમ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ જ રીતે હવે નિયમોનો ભંગ કરવામાં આવશે તો પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડમાંથી હાંકી કાઢવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ખેલાડીઓએ તેમના રૂમમાં જ રહેવાનું હોવા છતાં તેઓ પ્રથમ ત્રણ દિવસ દરમિયાન હોટેલમાં આમતેમ ફરતા જોવા મળ્યા હતા. પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડમાં ત્રણ ટી20 અને બે ટેસ્ટ રમનારી છે જેની પ્રથમ ટી20 18મી ડિસેમ્બરે રમાશે.
READ ALSO
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…
- શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત
- આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ
- હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત