GSTV
Home » News » સેવેનથ ડે મેટાસ શાળા ફી વધારો મામલો, શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક યોજાઈ

સેવેનથ ડે મેટાસ શાળા ફી વધારો મામલો, શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક યોજાઈ

સેવેનથ ડે મેટાસ શાળા દ્વારા ફી વધારવાના મામલે શાળા સંચાલકો અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક મળી હતી.વાલીઓની ઉગ્ર રજૂઆત બાદ શાળા સંચાલકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ બેઠક બોલાવી હતી.શાળા સંચાલકોનું કહેવું છે કે એફઆરસી પ્રમાણે વાલીઓ પાસે ફી વસુલવામાં આવી છે.

શાળાની રજૂઆત બાદ જિલ્લા અધિકારીએ આવતીકાલે એફઆરસી દ્વારા રજૂ થયેલી ફી મુદ્દેના તમામ કાગળો તૈયાર રાખવા આદેશ કર્યો છે..આવતીકાલે સેવેનથ ડે મેટાસ શાળામાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી ચાર કલાસ ટુ ઓફિસરોની ટીમ તપાસ માટે જશે..તપાસ બાદ રિપોર્ટ એફઆરસીને સોંપવામાં આવશે.

બીજી તરફ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.જેમાંવાલીઓ અને વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી,ગણવેશ સહિત પાઠ્યપુસ્તકો ખરીદ કરવાની ફરજ પાડતી શાળાઓને નોટિસ પાઠવવામાં આવશે..નોટિસ આપ્યા બાદ રૂબરૂમાં તેઓને સાંભળી એક તક આપવામાં આવશે.ત્યારબાદ પણ જો નોટિસની અવગણના કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવશે.તો શાળાની માન્યતા રદ કરવાની સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!