GSTV

મેકઅપ વિના સુંદર દેખાવાના સાત સ્માર્ટ ઉપાયો

Last Updated on May 12, 2018 by Mayur

લાઈફ સ્ટાઈલ ખૂબ ભાગદોડ ભરી થઇ ગઇ છે. જેથી સુંદરતાનું ધ્યાન રાખવું મુશ્કેલ પડી જાય છે. જ્યારે સ્ત્રીઓને શણગાર કરવાની કળા જન્મજાત મળેલી છે ત્યારે ચહેરા પર મેકઅપ લગાવવાની પણ સ્ત્રીઓને ફુરસદ નથી. પરંતુ મેકઅપ વિના પણ તમે ખૂબસુરત દેખાઈ શકો છો. તમને લાગશે કે આ શક્ય નથી. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, ડાયેટમાં ફેરફાર અને થોડુ ધ્યાન રાખવામાં આવે તો મેકઅપ લગાવવાની જંજટમાંથી છૂટકારો મેળવી શકાય છે. ત્યારે આકર્ષક દેખાવાનો આ સિક્રેટ ફંડા તમને જણાવીએ જેનાથી મેકઅપ વિના પણ તમે સુંદર દેખાઇ કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી શકો છો.

બે ગ્લાસ ગરમ પાણી

  • સવારની શરૂઆત ચાની જગ્યાએ ગરમ પાણીથી કરવી. જો તેમાં અડધુ લીંબુ નીચોવી નાખવામાં આવે તો સેહત માટે બેસ્ટ રહેશે. વજન વધારે ન હોય અથવા તો ડાયાબિટીસ જેવી સમસ્યા ન હોય તો ગરમ પાણી અને અડધા લીંબુ સાથે મધ પણ નાખવું. જેનાથી શરીરમાં આખો દિવસ તાજગી બરકરાર રહેશે.

સનસ્ક્રિનનો ઉપયોગ કરવો

  • ધૂળ, રજકણોથી બચવા માટે સનસ્ક્રિન હંમેશા તમારી પાસે રાખો. કારણ કે ઉંમર વધવાની સાથે શરીરમાં ચોંટતી ધૂળ ચહેરા પર કરચલીઓ લાવી દે છે.

આદતો સુધારો

  • ચહેરાને ખેંચવુ, માથા પર વજન આપવું, આંખને વારંવાર પટપટાવવું, હથેળીઓને ગાલો પર રાખવી, ખીલને ફોડવા, આ બધી આદતો ચહેરાને નુકશાન પહોંચાડે છે. કારણ કે ત્વચા સંવેદનશીલ હોય છે. જેના કારણે તેમાં દાગ તુરંત પડી જાય છે. આવી બેડ હેબીટ્સને ઈગ્નોર કરો. આ આદતો ચહેરા પર વહેલી કરચલીઓ લાવે છે, જેથી ઉંમર વધારે દેખાઇ છે.

કોઇ વસ્તુનો વધુ ઉપયોગ ન કરવો

  • નિયમિત ફેશિયલનો ઉપયોગ કરવાથી માંસપેશિયોમાં રક્તસંચાર વધે છે, જે સારી બાબત છે, પરંતુ બ્લીચનો રોજ ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. વારંવાર કરવાથી ચામડી ખેંચાઇ જાય છે.

પાણી ખૂબ પીઓ

  • દિવસમાં 3થી 4 લીટર પાણીનું સેવન કરવું જોઈએ છે. શરીરમાંથી ખરાબ દ્વવ્યો નીકાળવાનો આ એકમાત્ર ઇલાજ છે. જેના થકી સુંદરતામાં વૃદ્ધિ થાય છે.

શેમ્પુનો ઉપયોગ

  • અઠવાડિયામાં ત્રણ દિવસ શૅમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ કંન્ડિશનરનો ઉપયોગ કરવો. કારણ કે વાળના કારણે ચહેરાની સુંદરતા કાયમ રહે છે. જો વાળ ગંદા હોય તો પર્સનાલિટી સારી નથી લાગતી.

Related posts

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!