GSTV
Gujarat Government Advertisement

IPL 2019ની ફાઇનલ મેચમાં એક-બે નહી બન્યા આટલા રેકોર્ડઝ, ચેન્નઇને હરાવી મુંબઇએ રચ્યો ઇતિહાસ

ઇન્ડિયન ટી-20 લીગની 12મી સીઝનનું સમાપન થઇ ગયુ છે. રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ફરી એકવાર રોહિતની કેપ્ટન્સીમાં મુંબઇએ બાજી મારી. ત્યાં ચેન્નઇની ટીમ રનરઅપ રહીય જીત-હારથી અલગ સીઝનની અંતિમ મેચમાં ફરીથી એક પછી એક અનેક રેકોર્ડ સર્જાયા. મેચમાં રોહિતથી લઇને ધોનીએ પણ કિર્તીમાન સ્થાપિત કર્યા. ચાલો એક નજર કરીએ મેચમાં બનેલા એ રેકોર્ડઝ પર.

એમએસ ધોની

દિનેશ કાર્તિકને પાછળ છોડી ધોની આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ વિકેટકીપર બન્યો. ધોનીએ પોતાના આઇપીએલ કરિયરમાં 132 શિકાર કર્યા.

ઇમરાન તાહિર

ચેન્નઇના ઇમરાન તાહિર આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. સીઝનમાં તેણે 26 વિકેટ ઝડપી.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ 16 મેચમાં 402 રન બનાવ્યા. તેણે પહેલીવાર એક સીઝનમાં 400થી વધુ રન ફટકાર્યા.

મુંબઇ ઇન્ડિયન્સના નામે આ રેકોર્ડ

મુંબઇ ઇન્ડિયન્સે ચોથી વાર આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે સૌથી વધુ વખત આ ખિતાબ પોતાના નામે કરનાર પહેલી ટીમ બની ગઇ છે.

રોહિત શર્મા

રોહિત શર્મા એકમાત્ર એવો ખિલાડી બની ગયો છે જે 5 વખત વિજેતા ટીમનો હિસ્સો રહ્યો હોય. રોહિત ખેલાડી તરીકે ડેક્કન ચાર્જર્સ ટીમનો હિસ્સો હતો અને તે બાદ તેણે કેપ્ટન તરીકે 4 વાર ખિતાબ પોતાના નામે કર્યો છે.

રોહિત શર્મા

રોહિત શર્મા મુંબઇ તરફથી ટી-20 ક્રિકેટમાં 4 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર ત્રણ ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોર્નરે વર્ષ 2015માં 562 રન અને 2017મા 641 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. ત્યાં આ વર્ષે તેણે 692 રન બનાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું/ બાઈક ચલાવવાનો છે શોખ, તો જાણી લેવો ઓછા પેટ્રોલમાં માઈલેજ માટે આ 9 Tips

Damini Patel

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!