GSTV
Home » News » વરસાદી પુરમાં કાર પુલથી નીચે ખાબકી, એક જ પરિવારના સાત લોકો તણાયા

વરસાદી પુરમાં કાર પુલથી નીચે ખાબકી, એક જ પરિવારના સાત લોકો તણાયા

ભાવનગરના અખલોલ પાસે વરસાદી પુરમાં કાર પુલથી નીચે ખાબકી હતી. જેમાં એક જ પરિવારના સાત લોકો તણાઈ ગયા. જેમાં પુત્ર અને પુત્રવધુની લાશ મળી છે. જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો પરિવાર પોતાના પુત્રની વહુનું આણુ કરવા માટે ભાવનગર આવ્યા હતા.

બીજીતરફ ભાવનગર અને આજુબાજુ વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે આખલોલ વિસ્તારમાં રહેલી નદીમાં પુર આવ્યું હતુ અને ત્યાં નવા બની રહેલા પુલના કારણે ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હોય અને જેમાં ડાઈવર્ઝનના રોડ પર પાણી હતું. ત્યારે પાણીના પ્રવાહમાં  કાર પુલ નીચે ખાબકી હતી અને તેમાં ફસાયેલા લોકો પૂરમાં તણાવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો અને તરવૈયાઓ દોડી આવ્યા જેમાં પુત્ર કેયુર અને પુત્રવધુ રીટાની લાશ મળી અને હજુ ઘરના મોભી દિનેશભાઈની પત્ની અને પૌત્રી લાપતા છે.જેમને શોધવાની કામગીરી ચાલુ છે. એન.ડી.આર.એફ ની ટુકડી ત્યાં પહોચી હતી અને લાપત્તા ની શોધખોળમાં જોડાય હતી.

કોના મળ્યા મૃતદેહ    ?         

  • કેયુર ઉમરાળિયા(પુત્ર)
  • રીટા ઉમરાળિયા(પુત્રવધુ)

કોનો થયો બચાવ?                 

  • દિનેશભાઈ
  • ચેતન ઉમરાળિયા (પુત્ર)
  • નેહા (પુત્રી)

કોણ છે લાપતા?                    

  • લતાબહેન (દિનેશભાઈના પત્ની)
  • આધ્યા  (દિનેશભાઈના પૌત્રી)

Read Also

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!