GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશમાં શ્રધ્ધાળુઓ પર બસ ફરી વળતા એક જ પરિવારના સાતનાં મોત

Last Updated on October 12, 2019 by Mayur

વૈષ્ણવ દેવીના દર્શન કરીને પરત ફરતી વખતે બુલંદ શહેરમાં આજે વહેલી સવારે એક પરિવાર ફુટપાથ પર સુઇ જતાં તેમના પર બસ ફરી વળતા ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત જણાના મોત થયા હતા. પોલીસે કહ્યું હતું કે બસનો ડ્રાઇવર નાસી છુટયો હતો.

ફુટપાથ પર સુઈ ગયા હતા

પોલીસ અધિકારી એ કહ્યું હતું કે હાથરસ જિલ્લાના ચાંદપાના રહેવાસીઓ પોતાના સંબધીઓ અને કેટલાક ગ્રામજનો સાથે વૈષ્ણવ દેવીની યાત્રાએ ગયા હતા. પરત ફરતી વખતે તેઓ બુલંદ શહેરમાં નરૌરામાં ઉતરી ગયા હતા અને ગાંધી ગંગા ઘાટની ફુટપાથ પર સુઇ ગયા હતા. સવારે લગભગ ચાર વાગે શ્રધ્ધાળુઓને લઇને આવી રહેલી એક અન્ય બસ તેમના પર ફરી વળતા સાત જણાનો માત થયા હતા.

અકસ્માતનો કરવામાં આવ્યો વિરોધ

કતરા જ્યાં વૈષ્ણવ દેવી બિરાજે છે તે નરૌરાથી 770 કિમી દૂર છે. ઘટનાની જાણ થતાં દિબાઇના સર્કલ ઓફિસર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.દરમિયાન સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા અને અકસ્માતનો વિરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

પોલીસે તેમને શાંત પાડયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા.રાજ્યના મુખ્ય મંત્રી યોગીએ આ ઘટના અંગે વેદના વ્યક્ત કરી હતી અને માર્યા ગયેલાઓના પરિવારને દરેકને રૂપિયા બબ્બે લાખ આપવાની જોહરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે અકસ્માત માટે જે કોઇ પણ જવાબદાર હશે તેને સખ્ત સજા કરાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!