GSTV
News World ટોપ સ્ટોરી

BIG BREAKING / ઈઝરાયયલમાં પ્રાર્થના ઘરમાં અંધાધૂંધ ગોળીબારમાં 7ના મોત, 10 લોકો ઘાયલ

ઈઝરાયયલની રાજધાની જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.

ઘાયલોમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ

શરૂઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા 5 જણાવી હતી અને કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો. ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી. ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.

અમેરિકાએ આ હુમલાની ટીકા કરી

ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવ યોકોવમાં થયો હતો. ગાઝામાં હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે. આ હુમલાની પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી પણ હુમલાનો દાવો નથી કર્યો જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી

Hardik Hingu

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk
GSTV