GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

10 ટકા સવર્ણ અનામત માટે અતિ જરૂરી છે આ 7 ડોક્યુમેન્ટ, નહીં હોય તો નહીં મળે

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે અને આર્થિક રીતે કમજોર વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સંસદમાં સંશોધિત બિલ રજૂ કરાશે. આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આર્થિક રીતે નબળા વર્ગને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામતનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં એસસી-એસટી એક્ટને લઈને મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી દીધો હતો. જે બાદ સવર્ણ વર્ગ ઘણો નારાજ જોવા મળ્યો હતો ત્યારે આજે કેન્દ્રીય કેબિનેટમાં આર્થિક રીતે પછાત વર્ગને નોકરીમાં 10 ટકા અનામતનો નિર્ણય કર્યો છે અને આવતીકાલે મોદી સરકાર સંસદમાં સંશોધન બિલ પ્રસ્તાવ રજૂ કરશે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. અનામતનો લાભ લેવા માટે પાસબુક, ચેકબુક અને અાધારકાર્ડ અને ઇન્કમટેક્સ રિટર્ન પણ બતાવવું પડશે. આ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ અને પાનકાર્ડ પણ આ લાભ લેવા માટે કોપી આપવી પડશે.

કોને મળશે અનામતનો લાભ

  • જેની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે
  • જેની પાસે પાંચ એકરથી ઓછી જમીન ધરાવનારા સવર્ણોને મળશે લાભ
  • 1,000 સ્કેવર ફૂટથી નાનું મકાન ધરાવનારા સવર્ણોને મળશે લાભ
  • 109 યાર્ડ કરતા નાના પ્લોટ ધારકોને મળશે લાભ
  • આર્થિ્ક રીતે પછાત વર્ગને 10 ટકા અનામત
  • કેન્દ્રીય કેબીનેટે અનામતને આપી મંજૂરી
  • અનામતનો કોટા હાલ 49.5 ટકા
  • બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છે 16માં બદલાવ કરવામાં આવશે

સરકાર આ અનામત આર્થિક ક્ષેત્રના આધારે આપી રહી છે. જેની હજુ બંધારણમાં વ્યવસ્થા નથી.બંધારણમાં જાતિના આધાર પર અનામત આપવાની વાત કહેવામાં આવી છે. તેવામાં સરકારે તેને લાગુ કરવા માટે બંધારણમાં સંસોધન કરવુ પડશે. સરકારનો આ ચુકાદો લોકસભા ચુંટણીને લઈને જોવામાં આવે છે. બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છે 16માં બદલાવ કરવામાં આવશે. આ બંને અનુચ્છેદમાં બદલાવ કરતા આર્થિક આધારે અનામત આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ શકશે. સુત્રોના મતે અનામતનો કોટા હાલ 49.5 ટકા છે. જે વધારીને 59 ટકા કરવામાં આવસે. જેમાંથી 10 ટકા અનામત આર્થિક રીતે પછાત લોકો માટે હશે.

Related posts

નાની ઉંમરે કોંગ્રેસના પાઈલટ બનેલા સચિન સારી રીતે રાજકીય ઉડાન ભરી ન શક્યા, જાણો કોંગ્રેસે શું શું આપ્યું ?

Dilip Patel

મુકેશ અંબાણી થયા વધુ ધનવાન, આ વ્યક્તિને પછાડીને બન્યા દુનિયાનાં છઠ્ઠા નંબરના સૌથી ધનિક વ્યક્તિ

Mansi Patel

જેટલા પૈસા થાય તેટલા હું આપીશ પણ પતિને રસ્તામાંથી હટાવ, મોબાઈલ પર પતિના મોતની ચીસો સાંભળી ખુશ થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!