GSTV

આ છે સુશાંતસિંહ રાજપૂતના સાત સાથીઓ, જેના હૃદયમાં દફન છે અનેક રહસ્યો

સુશાંત

Last Updated on August 5, 2020 by Bansari

સુશાંતસિંહ રાજપૂતે આત્મ હત્યા કરી કે તેને મરવા માટે મજબૂર કરાયો. આ રહસ્ય છેલ્લા 50 દિવસથી અકબંધ છે. આ રહસ્ય પરથી કોઈ પડદો હટાવી શકે છે તો તે છે તેના સાત સાથીઓ છે જ તેના જીવતે જીવ તેની સાથે રહ્યા અને તેન મોત બાદ તેની પાસે સૌપ્રથમ હાજર રહ્યા. આજે તેના આ સાત સાથીઓ વિશે વાત કરીએ. સુશાંતની નજીકના આ લોકો તે જીવતો હતો ત્યારે ક્યારેય એકબીજાની નજીક આવ્યા નથી. હવે તેના નિધન બાદ પણ તેઓમાં એકબીજા સાથે સહમતી સધાઈ નથી. આ લોકો એવા છે જે અન્ય સાથીને પણ સુશાંતની મોત માટે જવાબદાર માને છે.

  • સિદ્ધાર્થ પિઠાણી, સુશાંતનો પરમ મિત્ર
  • રિયા ચક્રવર્તી, સુશાંતની ગર્લફ્રેન્ડ
  • અંકિતા લોખંડે, સુશાંતની ભૂતપૂર્વ ગર્લ ફ્રેન્ડ
  • મીતુ, સુશાંતની બહેન
  • નીરજ સિંઙ, સુશાંતનો રસૌયો
  • કેશવ બચનેર, સુશાંતનો રસૌયો
  • દિપેશ સાવંત, સુશાંતનો હાઉસકીપર

આમ તો દરેક લોકોના જીવનમાં કેટલાક લોકો અત્યંત નજીક હોય છે તો કેટલાક દૂર હોય છે અને જે સૌથી નજીક હોય છે તેમને સૌથી વધારે જાણકારી હોય છે. સુશાંતના નજીકના લોકોમાં એક હતો તેનો મિત્ર અને નજીક રહેનારો સિદ્ધાર્થ પિઠાણી. આ એ વ્યક્તિ છે જેની વાતચીત સુશાંત ઉપરાંત રિયા સાથે પણ થતી હતી. એટલે સુધી કે રિયા રિસાઈ ગઈ હતી ત્યારે સિદ્ધાર્થે જ સુશાંત સાથે સમાધાન કરાવ્યું હતું.

સુશાંતનો ઇલાજ ચાલી રહ્યો હતો. તે ડિપ્રેશનની દવા લેતો હતો. તેઓ કલાકો સુધી સાથે રહેતા હતા અન આ રહસ્ય તેની નજીકના લોકોને જ ખભર હતું પરંતુ તે આ રીતે જીવન ટૂંકાવી દેશે અથવા તો તેનું આ રીતે રહસ્યમય સંજોગોમાં મોત થશે તેની કોઈને ખબર ન હતી. પારકાની વાત તો દૂર તેની નજીકના લોકોને પણ આ વાતની જાણકારી ન હતી.

14મી જૂને એવું કાંઈક બન્યું જેનાથી તેની નજીકના લોકો તો ઠીક પણ કરોડો ફેન્સને પણ આઘાત લાગ્યો. હવે આ જ નજીકના લોકો તેના મોત અંગે અલગ અલગ વાતો કરી રહ્યા છે. એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આવામાં સત્ય શું છે તે જાણવા માટે આ સાથીઓને પૂછપરછ થવી જોઇએ. શરૂઆત કરીએ સિદ્ધાર્થ પિઠાણીથી.

સુશાંત

સુશાંતના બે રસૌયાને બાદ કરીએ તો સિદ્ધાર્થ જ એવી વ્યક્તિ હતો જેની સાથે સુશાંતને છેલ્લે વાત થઈ હતી. આ વાત તેના મોતના વધારે નહીં પણ થોડા કલાકો પહેલા જ થઈ હતી. સિદ્ધાર્થ કહે છે કે ક્યારેય એમ લાગ્યું નથી કે તે થોડા કલાક બાદ આત્મ હત્યા કરી લેશે. સિદ્ધાર્થ અવાર નવાર રિયા સાથે પણ વાત કરતો રહેતો હતો. સુશાંતના મોત બાદ સિદ્ધાર્થની વાત તેના પરિવારજનો સાથે થઈ હતી.
સિદ્ધાર્થે જ કહ્યું હતું કે સુશાંતના પરિવારજનો રિયાએ સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ ટ્રાન્સફર કર્યા છે તેની વાચ પોલીસને કહેવા માટે દબાણ કરતા હતા. હકીકત એ છે કે સિદ્ધાર્થને આ અંગે કોઈ જાણકારી જ ન હતી.

દેખીતું છે કે સિદ્ધાર્થના આ નિવેદનથી કોઈને લાભ થાય છે તો તે રિયા છે. રિયાને સુશાંતના પરિવારજનો તેના મોતની જવાબદાર માને છે. ખુદ રિયા કહે છે કે આવું કાંઈ નથી. સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો દાવો છે કે સુશાંતના ખાતામાં 15 કરોડ રૂપિયા હતા જ નહીં. એમ લાગે છે કે સુશાંતના નજીકના લોકોને આ વાતની જાણ છે પણ તેનો ખુલાસો થવો જરૂરી છે. કદાચ આ વાતની જાણકારી સુશાંત સાથે ઘણો સમય વીતાવી ચૂકેલી અંકિતા લોખંડેને હોઈ શકે. અંકિતા સુશાંતને સારી રીતે જાણે છે. બંનેએ પવિત્ર રિશ્તા સિરિયલથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

બંને છ વર્ષ સાથે રહ્યા હતા. ત્યાર બાદ ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે સુશાંત આગળ વધી ગયો અને બંને અલગ થઈ ગયા. આખરે અંકિતાએ આ મામલે મૌન તોડ્યું અને સુશાંત ડિપ્રેશનમાં હતો તે વાત જ ઉડાવી દીધી. તેણે કહ્યું હતું કે તે જિદાદિલ ઇન્સાન હતો અને તે દિવસો નહીં પરંતુ વર્ષો અગાઉના પ્લાનિંગ કરતો હતો આ સંજોગોમાં કોઈ ડિપ્રેશનમાં કેવી રીતે આવી જાય. તેણે રિયા સામે આરોપ લગાવ્યો નહીં પરંતુ આડકતરી રીતે કહી દીધું કે સુશાંત તેના પરિવારથી અલગ થઈ ગયો હતો એક વાર અંકિતાને સુશાંતના પિતાએ ફોન કરીને કહ્યું હતું કે તેઓ તેના પુત્ર સાથે વાત કરવા માગે છે પરંતુ તેમની પાસે તેનો નંબર નથી. આ જ રીતે સુશાંતની બહેન શ્વેતાએ પણ કહ્યું હતું કે તેણે એક વર્ષથી સુશાંત સાથે વાત કરી નથી.

સુશાંતને ચાર બહેનો હતી તેમાંની મીતુ પરેશાન સુશાંતને મળવા ગઈ હતી પરંતુ નસીબ જૂઓ કે તેના બે દિવસ બાદ જ સુશાતે આત્મ હત્યા કરી લીધી હતી. રિયા ઘરમાંથી બહાર હોય ત્યારે મિતુ તેન ભાઈને મળવા જતી હતી. તેણે પણ સુશાંતને ઘણી વાર સમજાવ્યો હતો.
આ ઉપરાંત નીરજ અને કેશવ હતા જેમણે સુશાંતને નજીકથી જોયો છે અને છેક સુધી તેની સાથે હતા. આમ તેઓ પણ ઘના રહસ્યો જાણતા હશે.

Read Also

Related posts

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Zainul Ansari

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!